ચેતન પટેલ/સુરતઃ સુરતના ખજોદ ખાતે 'ડાયમંડ બુર્શ'ની બાંધકામ સાઈટમાં ગુરૂવારે સવારે એક મજૂર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, અહીં અગાઉ પણ ત્રણ મજૂરોના મૃતદેહર આવી જ હાલતમાં મળ્યા હતા, આથી અહીં કામ કરતા મજૂરો ગુસ્સે ભરાયા હતા અને મૃતદેહ લેવા આવેલી એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કરી તેને ઉંધી વાળી દીધી હતી અને પોલીસના કાફલાને પણ પ્રવેશ આપ્યો ન હતો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"202321","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અહીં અગાઉ પણ આ જ રીતે ત્રણ મજૂરોએ આપઘાત કર્યો હોવાને કારણે મજૂરો રોષે ભરાયા હતા. મજૂરોની માગ હતી કે, મૃતક યુવાનના પરિજનોને સહાય કરવામાં આવે. આ અગાઉ કોઈ સહાય અપાઈ ન હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ મજુર સંઘના પ્રમુખ સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. 


જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર કામ કરતા ડોલીવાળા મજૂરોની હડતાળ


મજૂરો તાત્કાલિક સહાયની માગ સાથે અડગ રહ્યા હતા. હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મજુરોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ આ ઘટનામાં પથ્થરમારો કરનારા કેટલાક મજુરો સામે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરાઈ છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...