ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ તાલુકાનું કાકડમટી ગામ જ્યાં મર્યા પછી પણ મૃતદેહને હાલાકી ભોગવી પડે છે તંત્રના પાપે અહીં બનેલ પારનદીને જોડતી ખાડી પરનો બ્રિજ પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા ચાર વર્ષથી કાકડમટી ગામ સહિત આજુબાજુના પાંચથી છ જેટલા ગામના લોકો ચોમાસા દરમિયાન મૃતદેહને લઈને નદીમાંથી પસાર થવા મજબૂર બને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વરસાદની સિઝન માં કકડમટી ગામે આવેલ ખાડીમાં જો પાણીનું વેણ વધારે હોય તો ગામ લોકોએ ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા પડે છે.અથવા કાકડમટીથી 15 થી 20 કિલોમીટર દૂર છેક ધરમપુર સુધી જવું પડે છે જોકે અહીં મોટા ભાગની આદિવાસી વસ્તી ધરાવતા ગામોછે  જેમાં મોટા ભાગના લોકો ગરીબ પરિસ્થિતિ થી આવતા હોય છે.



જેથી તેઓ પાસે ધરમપુર સુધી જવાનું ભાડું ન હોવાને કારણે તેઓએ મજબૂરીમાં નદી ઓળંગીને કાકણમટી ગામે પાર નદી કિનારે આવેલ સ્મશાન ભૂમિમાં જીવના જોખમે જઈ અંતિમ સંસ્કાર કરવા પડે છે ગામ લોકોનું કહેવું છે કે કાગળમટી ગામ સહિત બાજુમાં આવેલ સિંચાઈ, કુંડી, વેલવાચ ,કચિગામ જેવા ગામો મળી અંદાજિત 8,000 થી 10,000 લોકો આ જ સ્મશાન ભૂમિ નો ઉપયોગ કરતા આવેલ છે.



કાકડમટી ગામે પારનદી મળતી ખાડી પર  ચાર વર્ષ પહેલા એક બ્રિજ બનેલ હતો જે ઉપયોગ થાય તે પહેલા જ તંત્ર ના પાપે પહેલા જ વરસાદમાં તૂટી જતા ચાર વર્ષથી આ ગામના લોકો શહીત આજુબાજુના ચારથી પાંચ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે વધુ વરસાદ હોય અને ખાડીમાં પાણી હોય તો માત્ર 7 થી 8  લોકો જ મૃતદેહને લઈને ખાડીમાંથી ધસમસ્તા પાણીના પ્રવાહ વચ્ચેથી સ્મશાન ભૂમિએ જઈ અંતિમ ક્રિયા કરે છે ત્યારે જો વધુ વરસાદ અને વધુ પાણી ખાડીમાં આવેલા હોય તો ગામ લોકોએ ખુલામાં જ અંતિમ સંસ્કાર કરવા પડે છે.



તો બીજી તરફ ગામ લોકો ના ખેતરો પણ ખાડીની બીજી તરફ આવેલ હોવાથી ગામ લોકો જીવના જોખમે ખાડીમાંથી પસાર થાય છે અને ખેતરે જાય છે ત્યારે ખાડીમાંથી પસાર થતી વખતે પગ લપસે તો જીવનું જોખમ બની જતું હોય છે.. ત્યારે અહીંના ગામ લોકોની એક જ માંગ છે કે ખાડી વચ્ચે બ્રિજ બની જાય તો તેઓની આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે ..



કાકડમટી ગામ ના લોકો એ અનેક વખત પંચાયતના સરપંચ સહિત ધારાસભ્ય તેમજ સાંસદ સુધી રજૂઆત કરી છે છતાં હજી સુધી આ બ્રિજ બન્યો નથી જેથી તેઓ વરસાદમાં ખાડી માંથી મૃતદેહ લઇ જીવના જોખમે અંતિમક્રિયા કરવા મજબૂર બને છે..ત્યારે તંત્ર ના કાને આ વાત પોહચે નેતાઓ આંખો ખોલી ને ગામ લોકો ની સમસ્યા પર નજર નાખે અને વહેલી તકે બ્રિજ બને એ જરૂરી છે.