રાજકોટઃ રાજકોટ જિલ્લાનું ઔદ્યોગિક ગામ જેતપુર છે. કહેવા માટે તો જેતપુર શહેરમાં એ ગ્રેડની ટ્રોમા સેન્ટર ધરાવતી સરકારી હોસ્પિટલ છે. પરંતુ, આ હોસ્પિટલમાં ગ્રામજનોની પૂરતી સારવાર કરી શકે એટલા ડૉક્ટર જ નથી. જી હાં, જેતપુર સિવિલ હોસ્પિટલમાં OPD માટે ફક્ત એક જ તબીબ છે.. જેના કારણે સ્થાનિક લોકોને તો હાલાકી પડી રહી છે, સાથે સાથે અહીં વસેલા પરપ્રાંતિય મજૂરો પણ હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે.. જુઓ આ ખાસ રિપોર્ટ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વસતીનો આંકડો છે રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક શહેર ગણાતા જેતપુરનો.. જેતપુર શહેરમાં વસતી પ્રમાણે આમ તો બધી સુવિધા ઉપલબ્ધ છે પરંતુ, આરોગ્યના મામલે ખૂબ જ પછાત છે.


જી હાં, ઓદ્યૌગિક શહેર ગણાતા જેતપુરમાં એ ગ્રેડની ટ્રોમા સેન્ટર ધરાવતી સરકારી હોસ્પિટલ આવેલી છે, જ્યાં દરરોડ 500થી 600 દર્દીઓ માત્ર OPDના નોંધાય છે.. OPDના દર્દીઓ નાના મોટી બીમારી સબબ સારવાર માટે આવી રહ્યા છે પરંતુ દર્દીઓને તપાસવા માટે માત્ર એક જ ડૉક્ટર હોવાના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં અથવા તો અન્ય શહેરોમાં સારવાર માટે જવુ પડી રહ્યું છે.


આ પણ વાંચોઃ વિશ્વના પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72%, હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવરહાઉસ


મહત્વની વાત એ છેકે અકસ્માત જેવો અન્ય કોઈ ઈમરજન્સી કેસ આવી જાય તો તબીબ ઓપીડી છોડીને ઈમરજન્સી કેસમાં જતા રહે છે.. જેના કારણે કલાકો સુધી સારવાર માટે બેઠેલા દર્દીઓ ભગવાન ભરોસે મુકાય જાય છે.. આ અંગે હોસ્પિટલના અધિક્ષકનું કહેવું છેકે, ઓપીડી માટે બે તબીબો સેવા આપી રહ્યા છે જેમાંથી એક ડેપ્યુટેશન પર છે આ બંને તબીબો ક્રમશ: ફરજ નિભાવી રહ્યા છે.


સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની અછત હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ સ્વીકારી રહ્યા છે.. ત્યારે સૌથી મોટો સવાલ એ છેકે, તંત્ર ક્યાં સુધી દર્દીઓને ભગવાન ભરોસે છોડશે અને ક્યાં સુધી દર્દીઓ આવી રીતે હાલાકીનો સામનો કરતા રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube