અમરેલી SP નિર્લિપ્ત રાયને ધમકી આપનાર લેડી ડોન સોનુ ડાંગર ઉદયપુરથી પકડાઈ
અમરેલીના એસપી નિર્લિપ્ત રાય અને મહિલા પીએસઆઈ અલ્પા ડોડિયાને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ધમકી આપનાર સોનુ ડાંગર (Lady don Sonu Danger) ની ધરપકડ કરી લેવાઈ છે. લેડી ડોન સોનુ ડાંગરની અમરેલી એલસીબીએ ઉદયપુરથી ધરપકડ કરી છે. અમરેલી એલસીબીએ સોનુને મીડિયા સમક્ષ પણ રજૂ કરી હતી.
કેતન બગડા/અમરેલી :અમરેલીના એસપી નિર્લિપ્ત રાય અને મહિલા પીએસઆઈ અલ્પા ડોડિયાને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ધમકી આપનાર સોનુ ડાંગર (Lady don Sonu Danger) ની ધરપકડ કરી લેવાઈ છે. લેડી ડોન સોનુ ડાંગરની અમરેલી એલસીબીએ ઉદયપુરથી ધરપકડ કરી છે. અમરેલી એલસીબીએ સોનુને મીડિયા સમક્ષ પણ રજૂ કરી હતી.
હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરનું વધુ એક કારસ્તાન સામે આવ્યું હતું. સોનુ ડાંગરે એક વીડિયો જાહેર કરીને અમરેલી SP નિર્લિપ્ત રાયને ખુલ્લેઆમ ધમકી આપી હતી. સોનુ ડાંગરે રાજુલાના મહિલા PSI અલ્પા ડોડિયાને પણ ધમકી આપી હતી. અમરેલી એસપી અને પીએસઆઈ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મુદ્દે પોલીસ ફરિયાદ નોઁધવામાં આવી હતી. સોનુ ડાંગર સામે નોંધાઈ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આઈપીસી કલમ 109, 189, 228, 295 (ક), 500, 504, 506(2) અને આઈટી એક્ટ 67 મુજબ સોનુ ડાંગર સામે ગુનો નોધાયો હતો. અમરેલી એએસપી.પ્રેમસુખ ડેલુંએ સોનુ ડાંગરના ગુનાહિત ઇતિહાસની માહિતી આપી હતી. ત્યારે હવે ધમકી આપનાર સોનુ ડાંગર રાજસ્થાનના ઉદેપુરથી ઝડપાઈ ગઈ છે.
ખુશ્બુ જાનીની હત્યાનો ભેદ ઉકેલાયો, ધર્મના ભાઈએ જ નજર બગાડી હતી
સોનુ ડાંગરે વીડિયોમાં શું કહ્યું....
અમરેલીના એસપી સાહેબ અને ડોડિયા મેડમને મારે એટલું જ કહેવાનું કે, તમે 1000 ટકા હિન્દુના સંતાનો નથી. તમારે બંને લોકોએ તપાસ કરવી જોઈએ કે તમારું ડીએનએ શું છે. તમે લોકોએ મુન્નાભાઈ સામે ખોટા કેસ કર્યા. અમને લોકોને પરેશાન કર્યા તે બહુ ખોટું કર્યું છે. ડોડિયા મેડમ, કોઈ વાંધો નહિ. આપણે આમને સામને થઈ જઈશું. તમારે કેસ કરવો હોય તો કરી દેજો. હું સોનું ડાંગર પોતે બોલું છું. આપણે બંનેનો આમનો સામનો થશે. હું મારા બાપની અને તમે તમારા બાપના હોવ તો મુન્નાભાઈ વિરુદ્ધના બધા પુરાવા લઈને આવજો. અમે એ રીતે તૈયારી રાખીને આવીશું....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....