આનંદો! ગુજરાતમાં લક્ષ્મી મિત્તલની મોટી જાહેરાત, 60 હજાર કરોડનું રોકાણ કરશે
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી આપણે આયર્ન એકપોર્ટ કરીને જ સંતોષ માનતા હતા. આ સ્ટીલ પ્લાન્ટના કારણે વિશ્વ બજાર માં ભારતનું સ્ટીલ પોતાની જગ્યા બનાવશે.
તેજશ મોદી/સુરત: સ્ટીલ ઉત્પાદનમાં દુનિયાની સૌથી મોટી કંપની આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ દ્વારા સુરતમાં કાર્યરત પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવી રહ્યો છે.જેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આર્સેલર મિત્તલ સ્ટીલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને તેમના પરિવારે ભૂમિ પૂજન કર્યું હતું. આ પ્લાન્ટ બનવાથી કંપની 11 MTPA સ્ટીલનું ઉત્પાદન કરી શકશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહયાં હતાં.
કાર્યક્રમમાં સંબોધન કરતાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, હાલ ભૂમિપૂજનમાં તો વડાપ્રધાન હાજર રહી શક્યા નથી. પરંતુ પ્લાન્ટ તૈયાર થઈ જાય ત્યારે શરૂ કરવા પીએમ નરેન્દ્ર મોદી આવશે તેવી આશા છે. અહીં બનાવવામાં આવેલ સ્ટીલનો ઉપયોગ ગતિશક્તિ ટ્રેનમાં પણ કરવામાં આવશે. અમને અહીંની સરકાર તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. ગુજરાતે જે પ્રમાણે કોવિડ મેનેજમેન્ટ કર્યું તેના માટે ખૂબ અભિનંદન. અહીં અમે 60 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીશું. આગામી વર્ષોમાં પણ વધુ ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન છે. આનાથી 60 હજાર લોકોને રોજગારી મળશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમને જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆતમાં જેનું ભૂમિપૂજન થઈ રહ્યું છે તે પીએમ નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની વાત સાકાર કરશે. આ નવા પ્લાન્ટથી 60 હજાર જેટલી રોજગારી ઉભી થશે. તેમજ સ્ટીલ ઉત્પાદનમાં પણ ગુજરાત મોખરે રહેશે. 8.66 લાખ પર ઉત્પાદન ક્ષમતા પર પહોંચી છે. 70 હજાર કરોડનું ટર્ન ઓવર જેટલો ફાળો આ ઇન્ડસ્ટ્રી આપે છે. ખાસ સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવા પર વડાપ્રધાન એ બહાર મુક્યો છે. આપણું રાજ્ય મોખરાનું રાજ્ય બને તેવી તેમની નેમ છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સફળ પોલીસી બનાવીને તેનું નેતૃત્વ કર્યું છે. વડાપ્રધાન દ્વારા અનેક બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓ શરૂ કરવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત જેવી સમિટને કારણે ગુજરાત ગ્રોથ એન્જીન બન્યું છે. દેશના GDP માં 8% થી વધુનું યોગદાન ગુજરાત આપે છે. આજના પ્રસંગે તેમનું વિશેષ માર્ગદર્શન પણ મળવાનું છે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તમેણે તમામને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તેમને જણાવ્યું હતું કે નવા વર્ષમાં તમને તમામને ટેક્નોલોજીની મદદથી મળવાનો મોકો મળ્યો. તમામનું નવું વર્ષ ખૂબ સારું જાય તેવી શુભેચ્છા. પ્લાન્ટના માધ્યમથી માત્ર ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું નથી. ભવિષ્ય માટેના દ્વાર પણ ખુલી રહ્યા છે. દેશ વિદેશના યુવાઓ માટે રોજગારના અવસર વધશે. સ્ટીલ સેકટર મજબૂત થાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય છે. સ્ટીલ સેકટર આગળ વધે છે તો રોડ રસ્તા સહિત ટ્રાન્સપોર્ટ પણ આગળ વધે છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી આપણે આયર્ન એકપોર્ટ કરીને જ સંતોષ માનતા હતા. આ સ્ટીલ પ્લાન્ટના કારણે વિશ્વ બજાર માં ભારતનું સ્ટીલ પોતાની જગ્યા બનાવશે. આ ટેક્નોલોજી ઇલેક્ટ્રિક વેહિકલ ક્ષેત્રમાં તેમજ અન્ય ક્ષેત્રમાં ખૂબ કામ લાગશે. દુનિયા અત્યારે ભારત સામે ખૂબ આશા ભરી નજરે જોઈ રહી છે. ભારત અત્યારે આ ક્ષેત્ર માં ખૂબ આગળ વધી રહ્યું છે. ભારત સરકાર આ બાબતે પોલિસી બનાવી રહી છે. ઘણી દુરદ્રષ્ટિ વાળી પોલિસી સરકાર બનાવી રહી છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, સરકાર જી PLI સ્કીમથી વિસ્તરણના નવા રસ્તા તૈયાર થયા છે. INS વિક્રાંતનું ઉદાહરણ આપની સામે જ છે. પેહલા આપણે અન્ય દેશો પર નિર્ભર હતા. પરંતુ હવે તેને બદલવા માટે આપણે આત્મનિર્ભર બનવાની જરૂર હતી. ભારતની સ્ટીલ ઇન્ડસ્ટ્રી એ આ ચુનોતી સ્વીકારી લીધી. ભારતે અસંખ્ય મેટ્રિક ટન સ્ટીલનું ઉત્પાદન કરી ને INS વિક્રાંત બનાવ્યું. 154 લાખ ટન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન કરીયે છીએ. આગળના વર્ષોમાં 300 લાખ ટન ઉત્પાદન કરીશું. એક તરફ ક્રૂડ સ્ટીલન ઉત્પાદનની ક્ષમતા વધારી રહ્યા છીએ. એવી ટેક્નોલોજી પણ લાવી રહ્યા છે કે કાર્બનનું ઉત્પાદન ઓછું કરે નાખે, ઉત્પાદિત કાર્બનનો રી યુઝ કરે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સરકાર કટિબદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube