મુસ્તાક દલ/ જામનગર : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દિવાળીમાં દીવાનું પણ એક ખાસ મહત્વ હોય છે. તેવામાં જામનગરમાં દિવ્યાંગ બાળકોએ ત્રણ માસની અંદર કલાત્મક અને અવનવી વેરાયટીમાં આઠ હજાર દિવળાઓ બનાવી સમાજમાં બેરોજગાર યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જામનગર ના ૮૦ ફુટ રોડ મેહુલનગર સ્થિત ઓમ ટ્રેનીંગ સેન્ટરના સ્થાપક ડિમ્પલ મહેતા દ્વારા દિવ્યાંગ માનસિક ક્ષતિ ધરાવતા બાળકોને શિક્ષણ સાથે દરેક તહેવારને અનુલક્ષીને અલગ અલગ પ્રવૃત્તિઓ નિખારવાનુ કાર્ય કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાની ચલણી નોટનાં બદલે મોટી ચલણી નોટનું કૌભાંડ, અનેક વેપારીઓ બન્યા છે ભોગ


આ તાલીમ શાળ છેલ્લા ૧૨ વર્ષ થી ચાલે છે. હાલમાં ચાલી રહેલા કોવીડ ૧૯ ના કારણે સામાજિક અંતર જાડવીને બાળકો પાસે દિવળાઓ બનાવવાનું કાર્ય કરવાનું કર્યું છે. આ બાળકો આપણે કહીએ તે સમજી અને અલગ અલગ કાર્ય આપીને તેઓ કરી શકે અને તેમના જીવનમાં ઉજાસ આવે તવો પ્રયત્ન કર્યો છે. આ વખતે દિવ્યાંગ બાળકોએ સાતથી આઠ હજાર જેટલા દિવળાઓ બનાવ્યા છે અને અલગ અલગ અવનવા દિવળાઓમા કુંડીવાળા, સાથીયાવાળા , મીણવાળા, મીણવગરના તેમજ તુલસીના ક્યારાવાળા અને જુદી જુદી વેરાયટીના દિવળાઓ બનાવ્યા છે.


ગઢડા પેટાચૂંટણીમાં 50.74 ટકા મતદાન, ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી


ખાસ કરીને આ સંસ્થાના સંચાલકે સમાજ ને અપીલ કરી છે કે, આ વખતે દિવાળીમાં પર્વમાં તમારા ઘરે જે દિપ પ્રાગટાવો છો તો તમે આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા કલાત્મક અને અવનવા દિવળાઓ લઈને દિપ પ્રજ્વલિત કરો અને તમારા જીવનમાં અને આ બાળકોના જીવનમાં ધણોબધો ઉજાસ આવે એવી અપીલ કરવામાં આવી છે. દિવળાઓ ૫૦, ૬૦ અને ૭૦ રૂપિયાના નજીવી કિંમતના છે. દિવળાઓ મેળવવા ઓમ ટ્રેનીંગ સેન્ટર એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ૮૦ ફુટ નો રોડ ટેલિફોન એક્સચેન્જની સામે જામનગર અને કુરીયરથી પણ સંસ્થા લોકોના સરનામા પર દિવળા મોકલાવી આપવાની સુવિધા રાખવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube