ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. એક બે નહિ, ગુજરાતના 11 જેટલા જિલ્લામાં આ ખતરનાક વાયરસ પશુઓની જિંદગી રંજાડી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લમ્પી વાઇરસથી 144 પશુઓના મોત થયા છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાયરસની અસરો મોટાપાયે દેખાઈ રહી છે. ગામડાઓ લમ્પી વાઇરસથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ જોવા મળી રહ્યો છે. જો એક પણ પશુધનને આ વાયરસનો ચેપ લાગે તો પળવારમાં મોત થતા વાર લાગતી નથી. આ માટે ગુજરાત સરકારે યુદ્ધ ધોરણે રસીકરણની કામગીરી શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 11 જિલ્લામાં ફેલાયો લમ્પી વાયરસ
હાલમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 11 જિલ્લાઓમાં આ રોગના લક્ષણો જોવા મળ્યાં છે, જેમાં દેવભુમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે.


આ પણ વાંચો : રંકમાંથી રાજા બનવુ હોય તો આજે શનિવારે કરો આ કામ


લમ્પીથી બચવા હેલ્પલાઇન શરૂ 
હાલ સ્થિતિ એવી છે કે, હાલ રાજકોટ 26 ગામડામાંથી 172 ગાયોમાં લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાયરસની ઝપટે ચઢ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં 25,900 પશુઓમાં વેક્સીનેશન થયું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લમ્પી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જોકે, જિલ્લા પંચાયત સહિતના વિભાગોએ વેક્સિનેશન વધારવાની જરૂરિયાત છે. 


સરકારે અસરગ્રસ્ત જિલ્લામાં ટીમ મોકલી 
કચ્છ અને જામનગર જિલ્લાના પશુધનમા વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા રોગચાળા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા ખાસ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએલે પશુધનમાં લમ્પી સ્કીન ડિસીઝના ઇલાજ તથા પશુઆરોગ્ય રક્ષા માટે પશુપાલન નિયામકને આ બે જિલ્લાઓમાં પુરતા વેક્સિનેશન, દવાઓના જથ્થા સાથે વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સુચનાઓ આપી છે. આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અન્ય જિલ્લામાંથી વેટરનરી ડૉકટરોની વધારાની ટીમ પહોચાડીને સત્વરે રસીકરણ અને રોગ રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા પણ તાકીદ કરી છે. 


આ પણ વાંચો : ‘પ્લીઝ અમારી હેલ્પ કરો, મારા છોકરાનું જીવન બચાવવા માટે...’ માતાપિતાની વેદના સાંભળી તમારું દિલ પણ કકળી ઉઠશે 


આ હેલ્પલાઈન પર સંપર્ક કરવો 
તો બીજી તરફ, કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યુ કે,  રાજ્યમાંથી લમ્પી સ્કીન ડિસીઝને નાથવા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યમાંથી લમ્પી સ્કીન ડિસીઝને નાથવા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. લમ્પી સ્કીન ડીસીઝથી ગભરાવાના બદલે તકેદારી રાખવી. હાલમાં રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩ લાખ જેટલા પશુઓનું રસીકરણ કરાયું છે. પશુઓમાં આ રોગના ચિહ્નો જણાય તો હેલ્પલાઈન નંબર 1962 પર સંપર્ક કરી શકાશે.  


લક્ષણો દેખાય તો સૌથી પહેલા કરો આ કામ


  • જો કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નંબર 1962 પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો, જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુંઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે. 

  • પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ

  • તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી

  • રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું

  • પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી

  • પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય


આ પણ વાંચો : ગુજરાતી ખેડૂતનો દેશી જુગાડ, વરસાદી પાણીને સાચવીને આખુ વર્ષ તેનાથી કરે છે ખેતી


શું છે લમ્પી વાયરસ 


  • લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે

  • તેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. 

  • પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. 

  • અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે