દેવભૂમિ દ્વારકા: જમીન પચાવી પાડનાર નાયબ મામલતદાર અને જમાઇની ધરપકડ
આ સમગ્ર પ્રકરણ ની રેવન્યુ રેકર્ડ ની ખરાઈ કરવામાં આવતા આ જમીન માં અરજદાર ગૌતમ ભાઈ મકવાણા અમદાવાદ (Ahmedabad) ખાતે રહે છે અને તેના પિતા ને ઉપરોક્ત જમીન સરકાર દ્વારા સાથણીમાં મળી હતી. અ
દિનેશ વિઠલાણી, દેવભૂમિ દ્રારકા: દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના ખંભાળીયા નજીક આવેલ રામનગર (Ramnagar) વિસ્તારમાં આવેલ સરકારી અંદાજિત 32 વિઘા જમીન પર ગેરકાયદેસર રીતે પૂર્વ નાયબ મામલતદાર અને તેના જમાઈ દ્વારા કબજો કબજો કરી રાખેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેમિંગ (Land Grabbing Act) હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નજીક આવેલ રામનગર વિસ્તારમાં આવેલ સરકારી જમીન રેવન્યુ સર્વે નંબર 421/2 વાળી ખેતીની જગ્યાનુ કુલ ક્ષેત્રફળ હે. આ. ચો.મી- ૫-૨૫-૦૯ હેકટર એટલે કે અંદાજિત 32 વિઘા વળી જમીન જેની સરકારી જંત્રી મુજબ અંદાજે 17.32 લાખની કિંમતની જમીન પર પૂર્વ નાયબ મામલતદાર અને તેના જમાઈ એ વર્ષ 2006 થી ગેરકાયદેસર રીતે કબજો કરી તેના કબ્જામાં રાખી આ જગ્યા પર કૂવો બનાવી અને ખેડ કરી ઉપજ મેળવતા હોવાનું સામે આવ્યું છે.
જરૂરિયાત જણાશે તો ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા પથારીઓ સરકાર હસ્તક લેવાશે
આ સમગ્ર પ્રકરણની રેવન્યુ રેકર્ડ ની ખરાઈ કરવામાં આવતા આ જમીન માં અરજદાર ગૌતમ ભાઈ મકવાણા અમદાવાદ (Ahmedabad) ખાતે રહે છે અને તેના પિતા ને ઉપરોક્ત જમીન સરકાર દ્વારા સાથણીમાં મળી હતી. અને જે જગ્યા પર અરજદારના મૃતક પિતાએ બેન્ક માંથી લોન લીધી હતી જે લોક ભરપાઈ ન કરતા બેન્ક દ્વારા નિયમોનુસાર વર્ષ 1982માં આ જમીનની હરાજી કરવામાં આવી હતી. જ્યારે હરાજી કરાઈ ત્યારે સરકાર દ્વારા બાકી રહેતી રકમ ની ભરપાઈ કરવામાં આવતા આ જમીન સરકાર પાસે ગઈ હતી.
કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાતા રીમડિસીવર ઇન્જેક્શનને લઇને સામે આવ્યું મોટું નિવેદન
ત્યારબાદ આ જમીન સરકારની માલિકીની જમીનનો કબજો મૂળ સાંથણીદાર ના ભત્રીજા છગનભાઇ ખીમભાઈ મકવાણા એ કર્યો હતો બાદમાં વર્ષ 2006માં તેમનું અવસાન થતાં આ જમીનનો કબજો નિવૃત નાયબ મામલતદાર નારણભાઇ છગનભાઇ મકવાણા તથા તેના જમાઈ મોહનભાઇ કારાભાઈ પરમાર પાસે રહ્યો હતો આ સમગ્ર પ્રકરણ ની રેવન્યુ રેકર્ડ થી ખરાઈ કરતા આ જમીન હાલ સરકારી પડતર તરીકે છે.
ત્યારે ખંભાળીયામાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનદીપસિંહ જાડેજાની ફરિયાદના આધારે પૂર્વ નાયબ મામલતદાર નારણ મકવાણા અને તેના જમાઈ મોહન પરમાર વિરુદ્ધ ગુંહો જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ સને ૨૦૨૦ ની કલમ ૩, ૪(૧), ૪(૨) ૪(૩) મુજબ ગુન્હો ખંભાળીયા પોલીસ મથકે દાખલ કર્યો હતો જેમાં નાયબ મામલતદાર અને તેના જમાઈ એમ બન્ને આરોપી ને પકડી પડ્યા હતા અને વધુ તપાસ ખંભાળીયા ના ડીવાય એસપી સમીર સારડા એ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube