વાપીમાં NRI મહિલાની કરોડોની જમીનમાં મોટો `કાંડ`! 51 દિવસની લડત બાદ લેન્ડ માફિયાની ધરપકડ
વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા પોલીસ મથકે 77 વર્ષની વૃદ્ધાની કરોડોની જમીન હડપ કરી લેવા મામલે રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ છે.
નિલેશ જોશી/વાપી: ઔદ્યોગિક નગરી વાપીમાં રાતા અને છીરી વિસ્તારમાં એક એનઆરઆઇ મહિલાની વડીલો પાર્જીત કરોડો રૂપિયાની જમીન પાવર ઓફ એટર્નીના આધારે લખાવી અને એનઆરઆઇ મહિલા સાથે છેતરપિંડી ની ફરિયાદ નોંધાઇ છે. ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં છીરીના રાજેશ વસંત પરમાર નામના એક વ્યક્તિ વિરુદ્ધ એન આર આઈ મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગામી તપાસમાં આરોપીએ આચરેલા અનેક કૌભાંડ બહાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
આ આગાહી ઘાતક સાબિત થશે? ગુજરાતમાં બદલાશે હવામાન, કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ?
ઔદ્યોગિક નગરી વાપીના રાતામાં રહેતા મંજુલાબેન રમેશચંદ્ર શાહ નામના 77 વર્ષીય વૃધા ની રાતા અને છીરી વિસ્તારમાં અલગ અલગ 10 જેટલા સર્વે નંબરમાં જમીનો આવેલી છે. મહિલા અમેરિકા સ્થાયી થયા હતા.જોકે તેઓ વર્ષ 2018માં વાપીના છીરી વિસ્તારમાં રહેતા રાજેશ વસંત પરમાર નામના એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ. અને ત્યારબાદ પોતાની જમીનો ના મામલે આ મહિલાએ રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિને પાવર ઓફ એટર્ની કરી અધિકાર આપ્યા હતા.
ભરૂચના નેત્રંગ પાસે મોટો અકસ્માત; ટ્રેકટર પલટી મારી જતાં 3ના મોત, 23થી વધુ ઈજાગ્રસ્ત
જો કે ત્યારબાદ મહિલાની વડીલોપાર્જીત 232 નંબરના સર્વે વાળી જમીનનો રાજેશ વસંત પરમારે ₹85 લાખમાં સોદો કર્યો હતો. તેમાં થી તેણે એનઆરઆઇ મહિલાને રૂપિયા 35 લાખનો રોકડા અને 12 લાખનો ચેક મલી કુલ 47 લાખ રૂપિયા જ આપ્યા હતા. બાકીના બાકીના 38 લાખ રૂપિયા ની રકમ રાજેશ વસંત પરમાર એ મહિલાને આપ્યા ના હતા. આથી અવારનવાર માંગણી કરવા છતાં પણ આરોપીએ મહિલાને રકમ ન ચૂકવી હોવાથી મહિલા અમેરિકાથી વાપી આવ્યા હતા ત્યારબાદ તેમને જાણ થઈ કે તેમની માલિકીની અંદાજે અઢી કરોડથી વધુની કિંમતની અલગ અલગ સર્વે નંબરની જમીનો આરોપી રાજેશ વસંત પરમાર એ વકીલો સાથે મળી છેતરપિંડી કરી દીધી હતી.
હરણી બોટ દુર્ઘટના: ગુજરાતનો ચકચારી મામલો સુપ્રીમમાં, તંત્રની બેદરકારીથી બાળકોના મોત
આથી મહિલાએ આ મામલે અનેક જગ્યાએ રજૂઆતો કરતા ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.આથી પોલીસે એનઆરઆઇ મહિલાની કરોડોની જમીન હડપ કરી જનાર રાજેશ વસંત પરમાર નામના આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકા સ્થાયી થયેલા એનઆરઆઇ મહિલાને રાજેશ વસંત પરમાર પર વિશ્વાસ મૂકવો મોંઘો પડ્યો છે.
પ્રાણીઓને પ્રેમ કરો છો? તો મેળવો સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવારો માટે શાનદાર તક
આરોપી આરોપીએ એનરાઇ મહિલાની એક સર્વેની જમીન વેચવા પાવર ઓફ એટર્ની લખાવી આપી હતી. પરંતુ આરોપી અને વકીલોએ મલી અન્ય સર્વેવાળી સર્વે નંબરની જમીનોના પણ પાવર ઓફ એટર્ની ના આધારે બારોબાર ગપચાવી ગયા હતા જેની જાણ થતા જ મહિલાએ ન્યાયની માંગ કરી છે. ગંભીરતાથી લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
રામાયણના સેટ પર જાણી જોઈને 'લક્ષ્મણ'ને કરાવવામાં આવતો હતો ગુસ્સો, જાણો શાં માટે?
NRI મહિલાની કરોડૉની જમીન બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા હડપ કરનાર રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિએ છરવાડામાં પણ કરોડો રૂપિયાની ગૌચરની જમીન પર કબજો કર્યો હોવાનો. અને તેમાં પોતાનું ઘર બનાવી રહ્યો હોવાની વિગતો છરવાડા ગામના જાગૃત નાગરિકે કરેલી RTI આધારે સામે આવ્યું છે. જે અંગે આ જાગૃત નાગરિકે પણ વહીવટીતંત્ર સમક્ષ પુરાવા રજૂ કરી ફરિયાદ કરી છે. ઝડપાયેલો આરોપી ખૂબ રીઢો છે. હાલે પોલીસ પાંજરે પુરાતા વાપીને આજુબાજુ રહેતા અન્ય લોકો પણ આ ઈસમે આચરેલા કૌભાંડના મામલે પોલીસ સમક્ષ આવે તો નવાઈ નહીં અને જો પોલીસ આ મામલે તળિયા ઝાટક તપાસ કરે તો આરોપી વિરુદ્ધ અન્ય કમાન્ડો બહાર આવે તેવું ચર્ચા રહ્યું છે