ભરૂચમાં મોટુ અનાજ કૌભાંડ: ગોડાઉનમાં MLA અને પુરવઠ્ઠા અધિકારીના દરોડાથી ખુલી પોલ
ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે પુરવઠ્ઠા અધિકારીઓ સાથે રાખીને રેડ પાડતા ભરૂચના પુરવઠ્ઠા નિગમના અધિકારીએ ગોડાઉનમાંથી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. ઘઉની બોરીઓમાં 50.580 કિલોની બોરીમાં 350 ગ્રામ જેટલું અનાજ ઓછું હોવાનું સામે આવ્યું હતું. જેથી તત્કાલ ભરૂચનાં પુરવઠ્ઠા અધિકારી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. ડેપો મેનેજર પણ કાગળ પર રહેલો સ્ટોક ગોડાઉનમાં દેખાડી શક્યો નહોતો.
ભરૂચ : ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે પુરવઠ્ઠા અધિકારીઓ સાથે રાખીને રેડ પાડતા ભરૂચના પુરવઠ્ઠા નિગમના અધિકારીએ ગોડાઉનમાંથી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. ઘઉની બોરીઓમાં 50.580 કિલોની બોરીમાં 350 ગ્રામ જેટલું અનાજ ઓછું હોવાનું સામે આવ્યું હતું. જેથી તત્કાલ ભરૂચનાં પુરવઠ્ઠા અધિકારી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. ડેપો મેનેજર પણ કાગળ પર રહેલો સ્ટોક ગોડાઉનમાં દેખાડી શક્યો નહોતો.
રાજ્યમાં કોરોના 15 હજારને પાર, સરકાર પ્રેસ નોટનાં નામે પ્રશસ્તિ કરતું ફરફરીયું પકડાવ્યું
ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલે આ દરોડા અંગે જણાવ્યું કે, તેમને જનતા તરફથી વારંવાર આ પ્રકારની ફરિયાદો મળી હતી. જેના પગલે તેમણે પુરવઠ્ઠા અધિકારીને સાથે રાખીને તપાસ કરી હતી. જેથી અમે લોકોએ ગોડાઉનમાં આવીને આજે અમે ગયા તો તોલમાપની કામગીરી ચાલી રહી હતી. અમે કામગીરી જોઇ હતી.
મોટો નિર્ણય: જો ગેસ સિલિન્ડર બુક કરાવ્યું હોય તો થઇ જજો સાવધાન, આ અહેવાલ ખાસ વાંચો
જ્યારે અનાજ ગોડાઉનથી નિકળતું ત્યારથી દુકાને પહોંચતા સુધીમાં 50 કિલો અને 580 ગ્રામ અનાજ હોવું જોઇએ. જો કે તમામ બોરીઓમાંથી 50 કિલો અને 150 ગ્રામ અનાજ મળતું હતું. જેથી એવરેજ એક બેગમાંથી 350 ગ્રામ જેટલું અનાજ ઓછું હતું. ગોડાઉનમાં 10 હજાર ગુણ છે. તેનું તોલમાપ કરીએ તો ખ્યાલ આવી શકે.
સુરત: યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી પછી દેહ વ્યાપારમાં ઘકેલતો ઝાકીર નામનો શખ્સ ઝડપાયો
જો આ તમામ ગુણોનું વજન થશે તો મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. અનાજમાં મોટા પ્રમાણમાં ચોરી થઇ રહી છે. અનાજ ઓછુ અપાઇ રહ્યું છે. મે સરકારને પણ વિનંતી કરી છે આ અંગે કલેક્ટર અને ડીવાયએસપીને પણ જાણ કરી છે. આ અંગે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube