ઉના : અરબી સમુદ્રમાં સર્જાયેલા તૌકતે  વાવાઝોડું રાજ્યનાં પશ્ચિમી દરિયાકાંઠા તરફ પુરઝડપે આગળ વધી રહ્યું છે. તૌકતે વાવાઝોડું ગીર સોમનાથ જિલ્લામાં ઉનાના દરિયાકાંઠે પ્રથમ ટકરાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉના શહેર અને પંથકના દરિાયકાંઠાના નવાબંદર, સૈયદ, રાજપરા, સીમર સહિતના કિનારાના ગામોમાં આજે સવારથી જ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેર અને પંથકના ગામોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સામાન્યથી થોડી વધારે ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. ઉના શહેર અને આસપાસના પંથકમાં તૌકતે વાવાઝોડાની શક્યતાને પગલે લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. ઉના શહેર અને પંથકમાં આજે સાંજે વાવાઝોડુ ટકરાશે ત્યારે તોફાની પવન ફૂંકાય તેવી દહેશત વચ્ચે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. 


બીજી તરફ તંત્રએ પણ સતર્કતાના ભાગરૂપે ઉના પંથકના દરિયાકાંઠા વિસ્તારની આસપાસનાં કાચા અને ઝુંપડામાં રહેલા લોકોનું સ્થળાંતર યુદ્ધનાં ધોરણે ચલાવાઇ રહ્યું છે. જો કે આ કામગીરી સાથે કોરોનાનો પણ ભય છે તેવામાં દરેક વ્યક્તિનાં રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. જેથી વાવાઝોડા બાદ કોરોના સંક્રમણ બેકાબુ ન બને. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube