ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BREAKING: ગુજરાત સરકારે ડેપ્યુટી કલેકટર કક્ષાના જુનિયર સ્કેલના 77 અધિકારીઓને પ્રમોશન


એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની- 34,લીવર – 18,હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. 


ગુજરાત ભાજપના સાંસદે પોલીસ પર લગાવ્યા મોટા આરોપ, પોલીસ વિભાગમાં મચ્યો ખળભળાટ


મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના SOTTO એકમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ મળેલ એવોર્ડ થકી રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યો છે.


ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! રાજ્યના 3 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા