જયદેવ દવે/અંબાજી : અંબાજી મંદિર તરફ જવાના રસ્તે ભક્તોનું ઘોડાપૂર સતત વધી રહ્યું છે. આજે છઠ્ઠા દિવસે પણ ભાવિક ભક્તોની ભારે ભીડ જોઈ શકાય છે. આવતીકાલે અંબાજીના ભાદરવી પૂનમના મેળાનું સમાપન થશે, ત્યારે આવતીકાલે છેલ્લો દિવસ હોઈ મંદિરમાં લાંબી લાઈનો લાગી છે. ગઈકાલે વરસાદના વિધ્ન વચ્ચે પણ અંબાજી જનારા માર્ગ પર સતત ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. એમ કહી શકાય, કે માતાના ભક્તોને વરસાદનું વિધ્ન નથી નડી રહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"183522","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h04m34s839.png","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h04m34s839.png"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h04m34s839.png","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h04m34s839.png"}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-09-24-11h04m34s839.png","title":"vlcsnap-2018-09-24-11h04m34s839.png","class":"media-element file-default","data-delta":"1"}}]]


ગઈકાલ સુધી 19 લાખથી વધુએ દર્શન કર્યાં
ગઈકાલે પાંચમા દિવસ સુધી અંબાજીના ભાદરવી પૂનમનાં મેળામાં કુલ 19,66,534 યાત્રિકોએ દર્શનનો લાભ લીધો હતો. જેમાં પાંચમા દિવસે 3,71,520 શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કર્યા હતા. મંદિર પ્રસાશન તરફથી મળેલી માહિતી મુજબ, પાંચમા દિવસે 52,480 પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતું. આ સાથે જ પાંચ દિવસના પ્રસાદના વિતરણનો આંકડો 17,88,261 પર પહોંચ્યો હતો. તો અત્યાર સુધી કુલ 2,70,164 યાત્રિકોએ ભોજનનો સ્વાદ માણ્યો હતો. જેમાં ગઈકાલે પાંચમા દિવસે 2,70,164 યાત્રિકોએ ભોજન લીધું હતું.


[[{"fid":"183523","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h05m13s689.png","field_file_image_title_text[und][0][value]":"અંબાજીમાં વિવિધ સંઘ ચાલતા જઈ રહ્યાં છે "},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h05m13s689.png","field_file_image_title_text[und][0][value]":"અંબાજીમાં વિવિધ સંઘ ચાલતા જઈ રહ્યાં છે "}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-09-24-11h05m13s689.png","title":"અંબાજીમાં વિવિધ સંઘ ચાલતા જઈ રહ્યાં છે ","class":"media-element file-default","data-delta":"2"}}]]


ગાદીની આવક વધી
પાંચમા દિવસે અંબાજીની ગાદીની આવકમાં પણ વધારો જોવા મળ્યો હતો. ભાદરવી પૂનમમાં મેળાની વાત કરીએ, તો અત્યાર સુધી ભંડાર અને ગાદીની આવક કુલ 1,35,88,123 રૂપિયા નોઁધાઈ છે. તો પાંચમા દિવસે 28,07,971 રૂપિયા સાથે કુલ આવક 3,04,93,222 રૂપિયા નોઁધાઈ છે. આ ઉપરાંત પાંચમા દિવસે મંદિરમાં કુલ 4840 જેટલી ધજા ચઢાવવામાં આવી હતી. 


[[{"fid":"183525","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h05m31s049.png","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h05m31s049.png"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h05m31s049.png","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h05m31s049.png"}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-09-24-11h05m31s049.png","title":"vlcsnap-2018-09-24-11h05m31s049.png","class":"media-element file-default","data-delta":"3"}}]]


પૂનમ પહેલા જ પડ્યો વરસાદ
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ ખાબકતા નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં ઉત્તર ગુજરાત પણ છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. પરંતુ માતાના ભક્તો વરસાદની પરવાહ કર્યા વગર આગળ ચાલી રહ્યાં છે. આવતીકાલે પૂનમ હોઈ અને આજે મેળાનો છેલ્લો દિવસ હોઈ ભક્તો આ અવસર જવા દેવા માંગતા નથી. ત્યારે હવે અંબાજીના ભક્તો છેલ્લા દિવસનો લ્હાવો જતો કરવા માંગતા નથી. 


[[{"fid":"183526","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h06m35s536.png","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h06m35s536.png"},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h06m35s536.png","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-09-24-11h06m35s536.png"}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-09-24-11h06m35s536.png","title":"vlcsnap-2018-09-24-11h06m35s536.png","class":"media-element file-default","data-delta":"4"}}]]