Gujarat Politics : લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી. ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે વિજય મુર્હતમાં ઉમેદવારી નોંધાવી હતી. તો નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષધ દેસાઇ એકસાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. બીજી તરફ, રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યું. તમાેમ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યું. તો જામનગરથી પૂનમ માડમે પણ ફોર્મ ભર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહની ઉમેદવારી
ગઈકાલે અમદાવાદ ગાંધીનગરમાં ભવ્ય રોડ શો અને રેલી બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. તો ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંક નાયક હાજર રહ્યા હતા. ન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડમી તરીકે ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું. અશોક પટેલ હાલ ભરૂચના પ્રભારી તરીકેની ફરજ પણ બજાવે છે. 


અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી


પાટીલે વિજય મુહૂર્ત પર ફોર્મ ભર્યું 
નવસારી ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલે આજે ઉમેદવારીપત્ર ભર્યુ હતું. સીઆર પાટીલે આજે 12:39 ના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ગત રોજ ભવ્ય રોડ શોને કારણે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, તેથી તેમણે ગઈકાલે ઉમેદવારીપત્ર ભરવાનું ટાળ્યુ હતું. ગત રોજ વિજય સંકલ્પ રેલીને હજારો સમર્થકોએ ઉત્સાહ સાથે આવકારી હતી. ત્યારે આજે પાટીલે નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો અને સંગઠન આગેવાનો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જેના બાદ સી. આર. પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યુ હતું. 


અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશે


પરેશ ધાનાણીની સભામાં લાઈટ ગુલ
તો બીજી તરફ, રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ઉમેદવારી ફોર્મ ભર્યું. તેમણે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું. જોકે, આ પહેલારાજકોટમાં ધાનાણીની સભામાં અચાનક વીજળી ગૂલ થઈ હતી. ચાલુ સભામાં વીજળી ગૂલ થતાં પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે, ભાજપ દ્વારા જાણી જોઈને લાઈટ કાપી નંખાઈ. LED સ્ક્રીન ચાલુ અને સભામાં લાઈટ નથી. આ બાદ કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવીને વિરોધ નોંધાવાયો હતો. 


કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રાજકોટની લોકસભા બેઠક પર ભાજપના પરસોત્તમ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવી છે. તેમણએ 12.39 કલાકના વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ સોંપ્યુ હતું. ફોર્મ ભરતા પહેલાં બહુમાળી ચોકમાં જાહેર સભા સંબોધી હતી. ધાનાણીના ફોર્મ ભરતાં સમયે શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. 


રાજકોટમાં ભાજપના કાર્યાલય પર હુમલાનો પ્રયાસ, તોડફોડ કરવાના ઈરાદે ઘૂસ્યા કેટલાક શખ્સ