રાજકોટઃ આજે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. કોગ્રેસમાંથી ઉમેદવારી માટે મુખ્યત્વે કોળી અને પાટીદાર સમાજના આઠેક આગેવાનોએ ફોર્મ ઉપાડતાં અને દાવેદારી કરતાં આ મામલે સસ્પેન્શ ઊભું થયું હતું. ત્યારે રવિવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અવસર નાકિયાનું નામ જાહેર કરી દીધું છે. આ સાથે જ જસદણ બેઠકની પેટા ચૂંટણી પર કોળી સામે કોળી નેતાનો ગુરૂ ચેલાનો જંગ ફાઇનલ થઇ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથીઓ આવ્યા આમને-સામને
અવસર નાકિયા કંવરજી બાવળિયાના એક સમયના સાથી હતા. તેમને રાજકારણમાં કુંવરજી બાવળિયા લાવ્યા હતા. તેમની વિંછીયા અને જસદણ પંથકમાં સારી પકડ છે. અવસર નાકિયાની કોળી સમાજ અને અન્ય સમાજ પર સારી પકડ જોતા કોંગ્રેસ ઉમેદવારના તરીકે તેમને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકારણમાં આવ્યા પહેલા અવસર નાકિયા રીક્ષા ચલાવતા હતા. તેમનો જન્મ 4 જુલાઇ 1972ના રોજ આસલપુર ગામમાં થયો હતો. તેમને સંતાનમાં 1 છોકરો અને 5 છોકરીઓ છે.


વધુ વાંચો...જસદણના જંગમાં બાવળિયા સામે ટક્કર લેશે કોંગ્રેસના અવસર નાકિયા


ભાજપ કોંગ્રેસ વચ્ચે થશે નાકની લડાઇ 
ઉલ્લેખનિય છે કે, જસદણ પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે નાકની લડાઇ બની છે. ભાજપ અહીં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ઇચ્છે છે તો કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવાની ફિરાકમાં છે. ભાજપ કોંગ્રેસ બંનેએ જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં કોંગ્રેસે આ વખતે મોટો નિર્ણય લીધો છે અને માઇક્રો પ્લાનિંગ કર્યું છે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સહિત મોટા નેતાઓને જિલ્લા પંચાયત બેઠક અને ગામડાઓની જવાબદારી સોંપવામાં આવી છે.