અમદાવાદ :વિશ્વ પ્રસિદ્ધ કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ ત્રિવેદીની અમદાવાદના દૂધેશ્વર સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેમના પત્ની સુનીતાબેન ત્રિવેદીએ પતિને મુખાગ્નિ આપ્યા હતા. આ પ્રસંગે ત્યા હાજર સૌ કોઈ આ ઉમદા દિલના વ્યક્તિ માટે રડી પડ્યા હતા. પરિવારજનો સાથે કિડની હોસ્પિટલનો સ્ટાફ મોટી સંખ્યામાં સ્મશાન ગૃહમાં પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. સ્ટાફની લાગણી અને સંવેદનાથી સ્મશાન ગૃહનો માહોલ દુખદ બની ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જાણીતા સાહિત્યકાર અને ડો.એચ.એલ ત્રિવેદીના પરમ મિત્ર માધવ રામાનુજે જણાવ્યું હતું કે, ‘પતિ-પત્નીના સંબંધમાં એમ કહેવાય છે કે, ચોરીના આગની આગળ બંનેનું મિલાન થાય. આગની સાક્ષીએ લગ્નમાં હસ્તમેળાપ થાય છે. હવે આ સ્માશનનો અગ્નિ છે. અંતિમ ક્રિયાનો અગ્નિ છે. તેથી સુનીતાબેને વિચાર્યું કે, હું જ અગ્નિ આપીશ. તેઓના લગ્ન થયા ત્યારથી બંને એકપણ દિવસ છૂટા નથી રહ્યા. એક દિવસે ડોક્ટરને પરદેશ જવાનું થયું તે સાંભળીને બેભાન થયા હતા. એવો આ અતૂટ સંબંધ રહ્યો છે. તેથી તેમણે જાતે જ પતિને મુખાગ્નિ આપવાનું નક્કી કર્યું હતું.’



ડો. એચ. એલ. ત્રિવેદીનું બુધવારે બપોરે 2.35 વાગ્યે અમદાવાદની કિડની હોસ્પિટલમાં જ નિધન થયું હતું. આજે ગુરુવારે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે ઇન્સ્ટિટ્યૂટમાં સવારે 8થી 11 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે તેમની અંતિમયાત્રા કિડની હોસ્પિટલથી નિકળી હતી. દુધેશ્વર સ્મશાનગૃહ ખાતે તેમની અંતિમવિધિ થશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં કિડની હોસ્પિટલનો સ્ટાફ તથા ડો.ત્રિવેદીના સ્નેહીઓ ઉમટી પડ્યા હતા. આ સમયે બહુ જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :