મિતેશ માળી/વડોદરા :હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) શ્રીહરિધામ પામ્યા છે. તેમના નિધનથી તેમના લાખો હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. આજે સોખડા નિજ મંદિર ખાતે મહારાજ સ્વામીના નશ્વર દેહને સવારે 11 કલાકે લાવવામાં આવશે. તેમના નિધનથી હરિ ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. હાલ મંદિર 
પરિસરમાં તેમના અંતિમ દર્શન માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : હરિભક્તો માટે દુખદ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા


આજે સવારે 11 વાગ્યે હરિપ્રસાદ સ્વામીજીનો પાર્થિવ દેહ સોખડા મંદિર (Haridham Sokhada) લઈ જવાશે. મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે દેશ-વિદેશથી હજારો ભક્તો દર્શન માટે આવશે. પ્રદેશ વાઈઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો : હરિપ્રસાદ સ્વામીના નિધન પર CM રૂપાણીએ કહ્યું, તેમનું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે



ઝી 24 કલાક સાથે કરો અંતિમ દર્શન 
તો બીજી તરફ, ઝી 24 કલાકના માધ્યમથી તમે ઘેર બેસીને પણ હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરી શકશો. ઝી 24 કલાક દ્વારા પળેપળની તમામ માહિતી આપવામાં આવશે. તેમના અંતિમ દર્શનની ખબરો સતત બતાવવામાં આવી રહી છે. 


શ્રીહરિચરણ થયા હરિપ્રસાદ સ્વામી, આ સમાચારથી ભક્તોના આંસુ નથી રોકાઈ રહ્યા


અંતિમ દર્શન માટે આવનાર હરિભક્તો માટે માસ્ક જરૂરી 
દર્શન કરવા આવનારા તમામ મુક્તોને સરકારના નિયમ પ્રમાણે માસ્ક ફરજિયાત કરાયુ છે. જેમણે માસ્ક નહિ પહેર્યો હોય તેમને દર્શન કરવાની પરમિશન નહિ અપાય. સાથે જ મંદિર તરફથી કહેવાયુ કે, દર્શન કરવા માટે આવનાર મુક્તોને નમ્ર પ્રાર્થના કે ગુરહરિ સ્વામીના દર્શન કર્યા બાદ સ્વંયસેવકોની સૂચના પ્રમાણે સત્વરે ગંતવ્યવસ્થાને પધારવાનું રહેશે.