મોત પહેલા કેટલા ખુશ હતા પિતા અને દીકરી, અગ્નિકાંડમાં હોમનાર સુનિલનો છેલ્લો વીડિયો
rajkot fire last video : રાજકોટના આગકાંડ પહેલાંનો વધુ એક વીડિયો આવ્યો સામે... TRP ગેમઝોનમાં સુનિલ સિધ્ધપુરા દીકરી સાથે રમતા દેખાયા... આગકાંડમાં સુનિલ સિદ્ધપુરાનું થયું છે મોત
Rajkot Game Zone Fire Latest Video : રાજકોટ TRP અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે અગ્નિકાંડમાં મોતને ભેટનાર સુનિલ સિધ્ધપુરાનો દીકરી યામી સાથે છેલ્લો વીડિયો સામે આવ્યો છે. શુક્રવારે સાંજે સિધ્ધપુરા પરિવાર સાથે TRP ગેમઝોનમાં ગયો હતો. સુનિલ સિધ્ધપુરા 15 દિવસથી ગેમઝોનમાં નોકરી પર જ હતો. જ્યાં તેને મોત મળ્યું હતું.
ઘટનાના ચાર દિવસ બાદ નેતાઓ પ્રગટ થયા
રાજકોટમાં ભાજપના નેતાઓ આજે પ્રગટ થયા છે. એક બાદ એક નેતાઓ આજે મીડિયા સમક્ષ આવીને ખુલાસો આપી રહ્યા છે. નેતાઓ કહી રહ્યા છે અમારી કોઈ સંડોવણી નથી. નેતાજીઓ કહી રહ્યા છે કે જો અમારી સંડોવણી નીકળશે તો અમે રાજકારણ છોડી દઈશું. ZEE 24 કલાકે નેતાઓ સુધી રેલો ક્યારે આવશે તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો. હવે 6 દિવસ બાદ નેતાઓ સામે આવીને કહી રહ્યા છે અમારી સંડોવણી નથી જો સંડોવણી બહાર નીકળશે તો રાજનામું આપી દઈશું.
વરસાદ પહેલા ગુજરાત પર મોટુ તોફાન ત્રાટકશે, વાવાઝોડા જેવો અહેસાસ કરાવશે
ગુલાબી ફાઈલ ક્યાંથી આવી
રાજકોટ આગકાંડમાં શુક્રવારે તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ત્યારે તેમના હાથમાં રહેલી એક ગુલાબી રંગની ફાઈલ ચર્ચાનું કેન્દ્ર બની છે.નોંધનીય વાત એ રહી કે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના હાથમાં આ ફાઈલ ક્રાઈમ બ્રાંચની ઓફિસથી નિકળ્યા અને કોર્ટમાં પહોંચ્યા ત્યાં સુધી રહી હતી. અને સાગઠિયા તેમને મળેલા સરકારી વકીલને આ ફાઈલના પાના ફેરવીને સૂચનો કરતા હતા અને સરકારી વકીલ તેના આધારે દલીલ કરી રહ્યા હતા. આ વાત વિશે ભોગ બનનાર તરફથી રોકાયેલા વકીલે જજનું ધ્યાન પણ દોર્યું હતું. સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ સવાલ કર્યો કે, પોલીસ કસ્ટડીમાં ફાઈલ હતી નહીં તો અહીં કઈ રીતે આવી, તપાસ કરનાર અધિકારીને પણ આવી કોઈ ફાઈલની જાણ નહોતી તેવો પણ સવાલ કરવામાં આવ્યો. જો કે, આરોપી મનસુખ સાગઠિયાએ કહ્યું કે, તેઓ ક્રાઈમ બ્રાંચથી આવ્યા ત્યારે જ આ ફાઈલ લઈને આવ્યા હતા. બાદમાં પોલીસને ફાઈલ આપી દેવા કહેવામાં આવ્યું હતું. જો કે, આ ફાઈલ સાગઠિયા પાસે હોવાના સંદર્ભે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.
અલાસ્કાની નદીઓ અચાનક નારંગી રંગની થઈ ગઈ, વૈજ્ઞાનિકો પણ જોઈને ચોંક્યા
ગેમઝોનના આરોપીને સહાય આપવી કે કેમ
રાજકોટના TRP ગેમઝોનના મૃત્યુ પામેલ આરોપીના પરિવારને સહાય મામલે તંત્રએ સરકારનું માર્ગદર્શન માંગ્યું છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. દુર્ઘટનાના આરોપી પ્રકાશ જૈનનું પણ આગમાં ભડથું થઈ જતા મૃત્યુ થયું છે. ત્યારે પ્રકાશ જૈનના પરિવારને સહાય ચૂકવવી કે કેમ તે અંગે રાજકોટના જિલ્લા વહીવટી તંત્રએ સરકારમાં પત્ર લખી માર્ગદર્શન માંગ્યું છે.