નડિયાદમાં મોડી રાત્રે હાઇવોલ્ટેજ ડ્રામા, આખા શહેરનાં લોકોનાં ટોળે ટોળા ઉમટ્યાં
અમદાવાદી દરવાજા બહાર આવેલ કબ્રસ્તાન ચોકડી પાસેની મોડી રાત્રે જિલ્લા વહીવટીતંત્રથી માંડીને પોલીસતંત્ર અને આપતકાલિન તંત્ર તમામ હાજર હતું. કારણ હતું બીએસએનલ કંપનીનો મોબાઇલ ટાવર અને તેની પર ચડી ગયેલો નશેડી યુવક. પોલીસને મોડી રાત્રે કોલ મળ્યો હતો કે, એક યુવક બીએસએનએલના ટાવર પર ચડી ગયો છે અને બુમાબુમ કરી રહ્યો છે. આ ઉપરાંત તે નીચે કુદી જવાની ધમકી પણ આપી રહ્યો છે. જેથી પોલીસ તત્કાલ સ્થળે દોડી ગઇ હતી. આ ઉપરાંત સ્થાનિક અધિકારી અને ફાયર સ્ટાફને પણ બોલાવી લેવાયો હતો.
નડિયાદ : અમદાવાદી દરવાજા બહાર આવેલ કબ્રસ્તાન ચોકડી પાસેની મોડી રાત્રે જિલ્લા વહીવટીતંત્રથી માંડીને પોલીસતંત્ર અને આપતકાલિન તંત્ર તમામ હાજર હતું. કારણ હતું બીએસએનલ કંપનીનો મોબાઇલ ટાવર અને તેની પર ચડી ગયેલો નશેડી યુવક. પોલીસને મોડી રાત્રે કોલ મળ્યો હતો કે, એક યુવક બીએસએનએલના ટાવર પર ચડી ગયો છે અને બુમાબુમ કરી રહ્યો છે. આ ઉપરાંત તે નીચે કુદી જવાની ધમકી પણ આપી રહ્યો છે. જેથી પોલીસ તત્કાલ સ્થળે દોડી ગઇ હતી. આ ઉપરાંત સ્થાનિક અધિકારી અને ફાયર સ્ટાફને પણ બોલાવી લેવાયો હતો.
દારૂના નશામાં બી.એસ.એન.એલ ના ટાવર પર એક યુવક ચડી ગયો હતો અને ફિલ્મ શોલે જેવો સીન ક્રિએટ કર્યો હતો. નડિયાદમાં આવેલ કબરસ્થાન પાસે આવેલ 150 ફુટથી વધારેની ઉંચાઇ ધરાવતા બી.એસ.એન.એલના ટાવર પર યુવક ચડી ગયો હતો. યુવક ટાવરની ટોચ સુધી પહોંચી વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નારા લગાવતો હતો. આ ઉપરાંત કેટલાક ફિલ્મી ડાયલોગ પણ મારી રહ્યો હતો. જેના કારણે તે નશામાં હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું હતું.
જો કે યુવક ઉપર ચડીને બુમાબુમ કરતો હોઇ યુવકને જોવા માટે ટાવર નીચે મોટી સંખ્યા લોકો ટોળે ટોળા ઉમટ્યા હતા. એક સ્થાનિક યુવક દ્વારા ટાવર પર ચઢી આ યુવકને ભારે જહેમત બાદ અને સમજાવટથી ટાવર પરથી નીચે ઉતારવા આવ્યો હતો. બનાવ ની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકની નડિયાદ પોલીસે અટકાયતકરી લીધી છે. હાલ તેણે દારૂ પીધો છે કે કેમ તે અંગે તેના બ્લડ સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube