Ambalal Patel Monsoon Prediction : એક તરફ ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ જો તમે વરસાદની કાગડોળે રાહ જોતા હોવ તો જાણી લેજો કે આ વરસાદ છેલ્લો હશે. કારણ કે, હવે આ સીઝનનું ચોમાસું વિદાય લેવા તરફ છે. ચોમાસાના પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ તેની આગાહી કરતા કહી દીધું કે, હાલ મોનસૂન વિડ્રોઅલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઇ છે. રાજસ્થાન પરથી મોન્સૂન વિદાય પ્રક્રિયા શરૂ ગઈ છે. ગુજરાતમાં હજી સામાન્ય વરસાદ આવી શકે. જેથી ગુજરાતમાં ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતા હજી કેટલાક દિવસો લાગી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે. આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી અમુક સ્થળે ભારે વરસાદ આવી શકે છે. હાલ મોનસૂન વિડ્રોઅલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઇ છે. રાજસ્થાન પરથી મોન્સૂન વિદાય પ્રક્રિયા શરૂ ગઈ છે. ગુજરાતમાં હજી સામાન્ય વરસાદ આવી શકે. જેથી ગુજરાતમાં ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતા હજી કેટલાક દિવસો લાગી શકે છે. 


વડોદરામાં આંતરિક જૂથવાદનો સળવળાટ, પૂર્વ મહિલા ધારાસભ્યની પોસ્ટથી શરૂ થયો ગણગણાટ


વિદાય બાદ વાવાઝોડા આવશે 
એક આગાહી મુજબ, 25 મી સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શક્યતા છે. આ પહેલા બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે. 2 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર વચ્ચે ચક્રવાત સર્જાશે. હવે સૂર્ય સાયન તુલા રાશિમાં તારીખ 23 મીના રોજ બપોરે 12 કલાક 21 મિનિટે આવતા દક્ષિણ ગોળારંભમાં આવશે. ધીરે ધીરે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જશે અને ભારતમાં ચોમાસું વિદાય લેતુ જોવા મળશે. રાજસ્થાનમાંતી 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. 


આમ, ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે. તેના બાદ 23મીતી ભારે ગરમી પડતી જોવા મળશે. પરંતું દેશના પશ્વિમ ભાગના અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે. આ હલચલ જબરદસ્ત હશે. જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. 25 થી 30 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 


ટોટકા કરવામાં પરિવારે 9 વર્ષની દીકરી ગુમાવી, નાનકડા ઘરમાં મરચાંનો ધુમાડો કર્યો અને..


30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. 2 ઓક્ટોબરથી 14 મી ઓક્ટોબર સુધીમાં હવાના હળવા દબાણથી ધીરે ધીરે ચક્રવાત સર્જાવાની શરૂઆત થશે. તારીખ 4 થી 12 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશએ. તેની અસર સીધી ગુજરાતમાં દેખાશે. જેનાથી વરસાદ આવશે. 


2018 બાદ પહેલીવાર આવા ચક્રવાતની સ્થિતિ જોવા મળશે. ઋતુ વિજ્ઞાન પ્રમાણે લગભગ ત્રણ થી ચાર વર્ષે આવી સ્થિતિ બનતી હોય છે. અલ નિનો અને લા નિનોની પણ આવી સમયાંતરે સ્થિતિ બનતી જાય છે. 


વડોદરામાં આંતરિક જૂથવાદનો સળવળાટ, પૂર્વ મહિલા ધારાસભ્યની પોસ્ટથી શરૂ થયો ગણગણાટ