નવનીત દલવાડી/ભાવનગર :કેમિકલ કાંડથી ગુજરાતમાં મોતના આંકડા વધી રહ્યા છે. કેમિકલકાંડમાં એક બાદ એક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે. ત્યારે ભાવનગર સિવિલમાં અજીબ ઘટના બની રહી છે. કેમિકલ કાંડમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવારમાં આવેલા 13 જેટલા દર્દીઓ પ્રાથમિક સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી જતાં રહ્યા છે. સિવિલ સર્જને આ મામલે સ્વીકાર્યું કે 13 જેટલા દર્દીઓ હોસ્પિટલમાંથી ચાલુ સારવારે જતા રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમિકલ કાંડ બાદ બોટાદવાસીઓ માટે સૌથી નજીક એવી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 90 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 18 દર્દીના મોત થયા છે. અહીં આવેલા 100 દર્દીઓ પૈકી 10 દર્દીને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે. પરંતુ ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી કથિત લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકો હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા છે. અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓ હોસ્પિટલમાંથી જતાં રહ્યા છે. પોલીસે અને ડોકટરોએ ના પાડી હોવા છતાં અધૂરી સારવાર લઈને દર્દીઓ ચાલ્યા ગયા છે. હોસ્પિટલ દ્વારા આ દર્દીઓના નામનું લિસ્ટ બનાવી તેઓને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.]


આ પણ વાંચો : પોલીસવડા પોતાના જ અધિકારીઓને દારૂ પીતા ન રોકી શક્યા, વલસાડમાં પોલીસ પીધેલી પકડાઈ 


કેમિકલ કાંડ મુદ્દે ભાવનગર સર.ટી હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે, હાલ હોસ્પિટલમાં દર્દીઓની ડાયાલિસીસથી વધુ રિકવરી થાય છે. હાલ 54 દર્દીનું પ્રથમ ડાયાલિસીસ કરવામાં આવ્યું છે. 10 દર્દીનું સેકન્ડ ડાયાલિસીસ કરવામા આવ્યું છે. અમદાવાદ સિવિલની ટીમ 10 ડાયાલિસિસ મશીન સાથે સર.ટી હોસ્પિટલ આવી છે. હાલ 51 દર્દીઓ હોસ્પિટલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં એક જ દર્દી ક્રિટિકિલ હાલતમાં છે. તમામ મૃતકોના પીએમ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે. લેવામાં આવેલ સેમ્પલ રિપોર્ટ માટે તેમજ શરીરમાંથી કેમિકલ લેવામાં આવે છે અને તેના રિપોર્ટ એફએસએલમાં મોકલવામાં આવે છે, જેના રિપોર્ટ હજી આવવાના બાકી છે. હોસ્પિટલના તમામ તબીબી, મેડિકલ વિદ્યાર્થીઓ એક ટીમ બની કામ કર્યું છે.  


આ પણ વાંચો : કેમિકલ કાંડમાં ભાજપ ચૂપ, રોજીદમાં પીડિત પરિવારોને મળવા છેવટે અલ્પેશ ઠાકોરને મોકલ્યા


બોટાદ એસપીની ખાસ સૂચના, તબિયત બગડે તો તરત અમારો સંપર્ક કરો
કેમિકલ કાંડના સૌથી વધુ અસરગ્રસ્તો બોટાદ, બરવાળા અને રાણપુરના છે. ત્યારે બોટાદ પોલીસે તમામ ટીમો બે દિવસથી કામે લગાડી છે. આ વિશે બોટાદ એસપી ડો.કરણરાજ વાઘેલાએ કહ્યુ કે, હાલ અલગ અલગ ટીમો કામ કરી રહી છે. 5 ટિમો બરવાળા અને 4 ટીમો રાણપુરમાં ગોઠવી છે. અમારી બોટાદની જનતાને અપીલ છે કે, જે પણ લોકો ધ્યાને આવે કે તેમને કે આજુબાજુના કોઈને વોમિટિંગ, અંધારા આવતા હોય ચક્કર આવતા હોય એ લોકો સામે આવે. પોલીસે તમામ ગામડાઓની બહાર એમ્બ્યુલન્સ મૂકી છે. સીએચસી સેન્ટર પર એમ્બ્યુલનસો સ્ટેન્ડ બાય છે. કોઈ પણ વ્યક્તિ બે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરો. હજુય કોઈને લક્ષણ દેખાય તો સામે આવે અમે સારવાર કરાવીશું. પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી વ્યસનની ટેવવાળાઓનો સંપર્ક શરૂ કર્યો છે.