ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ એમેઝોન (Amazon) ના ગુજરાત (Gujarat) માં પ્રથમ એવા ડિજિટલ સેન્ટરનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ એક બજાર છે. આ વિશ્વ બજારનો નાના મોટા સૌ વેપાર ઉદ્યોગોને વ્યાપક લાભ મળે તે માટે ખાસ કરીને એમ એસ એમ ઇ ઉદ્યોગો, હસ્તકલા કારીગીરી, આદિજાતિઓની પારંપરિક હસ્તકલા ચીજ વસ્તુઓ અને ઝરિકામ જેવા ઉદ્યોગો વેપાર માટે ઓન લાઈન બિઝનેસ, ટ્રેડિંગની તાલીમ માર્ગદર્શન અને સંસાધન સહાયતામાં એમેઝોન (Amazon) નું આ ડિજિટલ કેન્દ્ર (Digital Center) નવિન તકો ખોલનારું બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ આ એમેઝોન ડિજિટલ (Amazon Digital) કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ એમ કે દાસની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોરોનાના આ કપરા સમયે આર્થિક ગતિવિધિઓ ને અસર પહોંચાડી છે. પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર વણજ, સાહસિકતા અને આપત્તિને અવસરમાં પલટાવવાની આગવી કુનેહ પડેલી છે. ગુજરાતમાં આ કપરા સમયમાં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.

Petrol-Diesal બાદ CNG ના ભાવમાં થયો વધારો, જનતાને મોંઘવારીની વધુ એક માર


હવે એમેઝોન (Amazon) જેવા વર્લ્ડ ક્લાસ ઓન લાઇન બિઝનેસ સાહસના આ ડિજિટલ કેન્દ્ર  શરૂ થવાથી સુરતના 41 હજાર જેટલા એમ એસ એમ ઇ (MSME) ને પોતાના ઉદ્યોગોને વિશ્વ બજારમાં વેચાણ માટે ઇ કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે.


મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત (Gujarat) હરેક ક્ષેત્રે અગ્રેસર છે હવે આ ડિજિટલ કેન્દ્ર ઇ કોમર્સના સેક્ટરમાં પણ અગ્રેસર બનશે અને વધુ રોજગારીની તકો આ સેકટર પૂરી પાડશે. આના પરિણામે મેઇડ ઈન ગુજરાત અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની આત્મ નિર્ભર ભારતની સંકલ્પના પણ સાકાર થશે. એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.

Hospital ના ખર્ચમાંથી હવે મુક્તિ મળશે, ફક્ત 1 કલાકમાં જ ખાતામાં આવી જશે 1 લાખ રૂપિયા


મુખ્યમંત્રીએ ગુજરાતે (Gujarat) કોરોનાના સમયમાં પણ ના ઝુકના હે ના રૂકના હે ના મંત્ર સાથે વેપાર ઉદ્યોગ અને અન્ય ગતિવિધિઓ પણ જાળવી રાખી છે. તેમાં હવે આ ડિજિટલ કેન્દ્ર વિશ્વ વેપારની નવી દિશા આપશે. તેમણે કહ્યું કે ગુજરાતે કોરોના સમયમાં પણ દેશ ભરમાં સૌથી વધુ 37 ટકા એફ.ડી આઇ મેળવ્યું છે. એટલું જ નહિ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી અને અન્ય પ્રોત્સાહનોને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ બન્યું છે.


મુખ્યમંત્રીએ ગુજરાત (Gujarat) ની આ વિકાસ યાત્રામાં એમેઝોનના આ ડિજિટલ કેન્દ્ર ના પ્રારંભને આવકારી સહયોગની ખાતરી આપી હતી. આ અવસરે એમેઝોન ઈન્ડીયા (Amazon India) ના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ, પબ્લિક પોલિસી વાઇસ પ્રેસિડેન્ટ ચેતન ક્રિશ્ના સ્વામી, કનઝ્યુમર બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારી વગેરે પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube