આણંદ : જિલ્લાનાં નાર ગામે ગોકુલધામ ખાતે નિરોગી રહે નારી એ પહેલ અંતર્ગત મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અને તપાસ મહા અભિયાનનો આજે રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પ્રારંભ કરાવ્યો હતો. મહિલાઓમાં સ્તનરોગનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે નાર ગામનાં ગોકુલધામ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની નિશુલ્ક તપાસ અને સારવાર માટેનું મહાઅભિયાન હાથ ધર્યું છે. જેનું આજે રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતએ પ્રારંભ કરાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિત્રએ યુવતીને ભરપુર દારૂ પીવડાવ્યો અને કહ્યું હવે તને જીવન અને જવાનીનો સાચો આનંદ આપવા માંગુ છું અને...


સંસ્થા દ્વારા “સર્વે સન્તુ નિરામયા:” હેઠળ “નિરોગી રહે નારી- એ પહેલ અમારી.” મહાઅભિયાનઅંતર્ગત  આણંદ જિલ્લાની ૩૫ વર્ષથી વધુ ઉંમરની ૨.૫૦ લાખ મહિલાઓના બ્રેસ્ટ કેન્સરનું ડોક્ટરની ટીમો દ્વારા નિદાન અને સારવાર નિશુલ્ક કરવામાં આવશે. આ પ્રસંગે રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૧ અદ્યતન સ્ક્રીનીંગ મશીનનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ કહ્યું હતું કે  ભગવાન સ્વામીનારાયણની સ્ત્રી કલ્યાણની ભાવનાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતવર્યો, સેવાભાવી અભિભાવકો અને એન.આર.આઇ બંધુઓ બ્રેસ્ટ કેન્સર જેવા રોગ સામે જનજાગૃતિ નિદાન-સારવારના સેવાયજ્ઞ દ્વારા સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે. તેમ જણાવી આ સેવાના યજ્ઞકાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.


રામચરણ, જુનિયર એનટીઆર અને રાજમૌલી બન્યા સ્ટેચ્યુ ઓફ યુનિટિના મહેમાન


આ પ્રસંગે વડતાલનાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, ગોકુલધામ નાર દ્વારા સર્વજન હિતાય માટે કાર્યો થઈ રહ્યાં છે. વડતાલ સંસ્થાના માનવ સેવાના કાર્યોની સુવાસ દેશ વિદેશમાં ફેલાઈ છે. સંસ્થા દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે બ્રેસ્ટ કેન્સર અવરનેશ અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જેમાં દાતાઓના પ્રશસ્ય સહયોગને તેમણે બિરદાવ્યો હતો. દાતાઓ દ્વારા મળતા ધનનો સંસ્થા દ્વારા સમાજની સેવા માટે સદઉપયોગ કરી સાચે જ સમાજમાં ખુશહાલી પ્રસન્નતા આવે અને નાનામાં નાના માણસને તેની અનુભૂતિ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે આ અભિયાનનો સવિશેષ પ્રમાણમાં લાભ લેવા મહિલાઓને અનુરોધ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube