પ્રશાંત ઢીવરે/સુરત: શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ અડાજન સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ આવ્યું છે. ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર માફિયા નીત-નવી મોડસ ઓપરન્ડીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર પરિવારને 1.25 કરોડની સહાય મળે તેના માટે શું છે SPGનો આગામી ધમાકેદાર પ્લાન?


હેકિંગ, ફિશિંગ, કોલ સ્ફુર્ફિંગ સહિતના બનાવોની સાથો સાથ ડીપ ફેંક જેવા નવા સાઇબર ક્રાઇમે પણ સૌને વિચારતા કરી દીધા હતા. સાયબર ક્રાઇમથી લોકોને આર્થિક રીતે નુકશાન પહોંચાવાના બનાવો વચ્ચે સામાજીક રીતે બદનામ કરવાના કિસ્સાઓમાં પણ ચોંકાવનારો વધારો નોંધાયો છે. સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે સાઇબર ક્રાઇમની ઘટનાઓએ ઉપાડો લીધો છે. આ અંકુશમાં લેવા માટે સુરત પોલીસ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ કર્યું છે સાથે જ લોકોને નાટકના માધ્યમથી ડિજિટલ યુગના માધ્યમથી બનતા સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત કર્યા હતા.


ઓગસ્ટમાં ગુજરાત પર આવશે મોટું સંકટ; ગુજરાતીઓ સાવધાન થઈ જજો,અંબાલાલ પટેલની ઘાતક આગાહી


રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં સંબોધિત કરતા જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમની લડાઈ પોલીસે નહીં પણ બધાએ સાથે લડાવી પડે. આ સાયબર ક્રાઇમ માટે સુરત પોલીસે રાતદિવસ મહેનત કરી છે. સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતા લોકો પોલીસેની નેગેટિવ વાત કરનારા તમામ લોકોને અપીલ છે. સુરત પોલીસે જે પ્રોગ્રામ કર્યો એ તમારા ઘરમાં તમામ લોકોનતમારો એકાઉન્ટ નંબર શેર ના કરવો જોઈએ. દીકરીઓએ પોતાના instagram એકાઉન્ટ પર રીલ મુકીને લાઈક લાવવાનું એ કઈ ખોટું નથી. આજના જમાનામાં મારા રાજ્યની દીકરીઓ જે ઈચ્છે એ કરી શકે. પરંતુ એને બધી જ સેફટીના ધ્યાનમાં રાખીને આ વિષય પર કામ કરવું એવી ખૂબ જરૂરી છે. 


પ્રેમલગ્ન કરી ભાગતી યુવતીઓ માટે મોટા સમાચાર, જાણો પાટીદાર સમાજે શું ઉઠાવ્યો મુદ્દો?


વધુમાં જણાવ્યું હતું કે તમામ પીઆઈઓને નાગરિકોની એક જ કોલમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધવા અપીલ છે. સાઈબર ક્રાઇમમાં 1930 નંબર ટેલી કોલર પર 50 કર્મચારી ના બદલે હવે 300 ટેલિકોલર કરવામાં આવશે. સૌથી વધારે હોશિયાર ભણેલા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે. 


નિયમમાં રહેજો! ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ સક્રિય! ભાવનગરમાં નોંધાયા 1000થી વધુ કેસ