લવ જેહાદ વિરુદ્ધ ગુજરાતમાં પણ આવે કાયદો, આ દુષણ રાજ્યમાં વધી રહ્યું છે: શૈલેષ મહેતા
ઉત્તર પ્રદેશમાં લવ જેહાદના વધી રહેલા કિસ્સાને ધ્યાને રાખીને યોગી આદિત્યનાથ દ્વારા કડક કાયદો લાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ પણ આવો કાયદો લાવવા જઇ રહી છે તેવામાં ગુજરાતમાં પણ આ પ્રકારનો કાયદો આવે તેવી માંગ ઉઠી રહી છે. જેમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પહેલ કરી છે. શૈલેષ સોટ્ટાએ માંગ કરી છે કે, લવ જેહાદના કિસ્સાઓ ગુજરાતમાં પણ ખુબ જ વધી રહ્યા છે તેવામાં આવા કિસ્સાઓને ડામવા માટે કડક કાયદો આવે તે ઇચ્છનીય છે. હું ગુજરાત સરકારને આ અંગે રજુઆત પણ કરીશ. જે પ્રકારે ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે તે જોતા ઉત્તરપ્રદેશ સરકારની જેમ જ ગુજરાત સરકારે પણ કાયદો લાવવો જોઇએ.
વડોદરા : ઉત્તર પ્રદેશમાં લવ જેહાદના વધી રહેલા કિસ્સાને ધ્યાને રાખીને યોગી આદિત્યનાથ દ્વારા કડક કાયદો લાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ પણ આવો કાયદો લાવવા જઇ રહી છે તેવામાં ગુજરાતમાં પણ આ પ્રકારનો કાયદો આવે તેવી માંગ ઉઠી રહી છે. જેમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પહેલ કરી છે. શૈલેષ સોટ્ટાએ માંગ કરી છે કે, લવ જેહાદના કિસ્સાઓ ગુજરાતમાં પણ ખુબ જ વધી રહ્યા છે તેવામાં આવા કિસ્સાઓને ડામવા માટે કડક કાયદો આવે તે ઇચ્છનીય છે. હું ગુજરાત સરકારને આ અંગે રજુઆત પણ કરીશ. જે પ્રકારે ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે તે જોતા ઉત્તરપ્રદેશ સરકારની જેમ જ ગુજરાત સરકારે પણ કાયદો લાવવો જોઇએ.
હજારોની ભીડ ભેગી કરીને ભાજપના નેતાએ પૌત્રીની સગાઈ કરી
ખોટા નામ ધારણ કરીને હિન્દુ યુવતીઓને ફોસલાવીને જબરદસ્તી ધર્મ પરિવર્તનના અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. બળજબરી પુર્વક ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરવા અને યુવતીઓને ખોટા નામ દારણ કરીને છેતરવા જેવા અનેક કિસ્સાઓ સામે આવે છે. તેવામાં ગુજરાત સરકારે પણ આ પ્રકારનો કાયદો લાવવો પડશે. આ અંગે મારા સહિત અનેક ધારાસભ્યો સરકારમાં રજુઆત કરશે. આ અંગે કાયદો આવે તે ખુબ જ જરૂરી છે. સરકારને રજુઆત કરાશે અને આવો કાયદો આવે તેવા પ્રયાસો કરીશું.
24 કલાકની અંદર જ રાજકોટ આગકાંડમાં 3 તબીબોની ધરપકડ બાદ જામીન મંજૂર
શું છે લવ જેહાદ ?
- લવ જેહાદની કથિત પરિભાષા છે કે મુસ્લિમ યુવકો બિન મુસ્લિમ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. ત્યાર બાદ તેની સાથે લગ્નના નામે તેનું ધર્મ પરિવર્તન કરાવે છે.
- અન્ય ધર્મની યુવતીઓને ફસાવવા માટે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં તે હિન્દુ કે યુવતી જે ધર્મની હોય તેવા ભળતા સળતા નામ પણ રાખે છે.
- 2009માં કેરળ અને કર્ણાટકમાં આવી ઘટનાઓ સામે આવ્યા બાદ આ શબ્દ પ્રચલનમાં આવ્યો હતો.
- તિરુવનંતપુરમ (કેરળ)માં સપ્ટેમ્બર 2009માં શ્રીરામ સેનાએ લવ-જેહાદ વિરુદ્ધ પોસ્ટર્સ લગાવ્યાં હતાં. ઓક્ટોબર 2009માં કર્ણાટક સરકારે લવ-જેહાદને ગંભીર મુદ્દો ગણાવતા CID તપાસના આદેશ આપ્યા હતા.
- સુપ્રીમ કોર્ટે આ મામલે NIAની તપાસ પણ કરાવી હતી, જ્યારે એક હિંદુ યુવતીએ મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. યુવતીના પિતાએ યુવક પર દીકરીને આતંકી સંગઠનમાં સામેલ થવા માટે ફસાવવાનો આરોપ લગાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube