AHMEDABAD માં કાયદો અને વ્યવસ્થા ક્યા? ફરી એકવાર હત્યાના બનાવથી ચકચાર
શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં ૪૦ વર્ષીય યુવકને અજાણ્યા ઇસમો દ્વારા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશ માં આવતા પોલીસ એ તપાસ શરુ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં ૪૦ વર્ષીય યુવકને અજાણ્યા ઇસમો દ્વારા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશ માં આવતા પોલીસ એ તપાસ શરુ કરી છે.
શહેરના ઇસનપુર વિસ્તારમાં ૩૦ તારીખે રાત્રે બ્રિજ નીચે હત્યા કરેલી હાલતમાં યુવકની લાશ પડી હોવાની પોલીસને કંટ્રોલ મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા યુવકનું નામ નરેશ પ્રજાપતિ હોવાનું ખુલ્યું હતું. યુવક ઇસનપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મી ટેકસટાઇલમાં કામ કરતો હતો. રાત્રે નોકરી પરથી ઘરે જતો હતો તે સમય દરમ્યાન ઇસનપૂર બ્રિજની નીચે યુવકની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે મૃતક નરેશ પ્રજાપતિની તપાસ કરતાં મૃતક રાજસ્થાનમાં આવેલ ચૂરું જિલ્લાના બુચાવસ ગામમાં રહેતો હતો. મૃતક ૧૭ જુલાઈના રોજ રાજસ્થાનથી અમદાવાદ નોકરી માટે આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાથે જ મૃતક કોઈ વ્યસનની આદત ધરાવે છે કે કેમ તે દિશા માં તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં મૃતકના કોલ રેકોર્ડિંગ તથા નોકરીથી નીકળ્યા બાદ કયા રસ્તે ગયો હતો તે રસ્તાના સીસીટીવી ને લઈને પણ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.
હાલ તો પોલીસે મૃતકની બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીઓ ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ અમદાવાદમાં બનેલી ફરી આ હત્યાની ઘટના શહેર પોલીસ માટે પડકારરૂપ સાબિત થઇ રહી છે. જોવું રહ્યું કે પોલીસ હત્યારાઓને પકડવામાં કેટલી જલ્દી સફળ નીવડે છે.