તેજસ દવે/મહેસાણા: જિલ્લાના અને સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતા મંદિર ઊંઝા દ્વારા દશાબ્દિ મોહત્સવને લઇને આગામી 18 ડિસેમ્બરના રોજ લક્ષચંડી હવન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ યજમાન સહિત પાટીદાર સમાજ જે સમગ્ર વિશ્વમાં વસે છે તેમને ઊંઝા મુકામે બોલાવવામાં આવશે. જેના પ્રથમ ચરણની આજે એક બેઠક ઉમિયા માતા મંદિરમાં કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં શંખનાદ બહુ દેવો દ્વારા કરીને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવતા વાતવરણ ભક્તિમય બનવા ગયું હતું. અને પછી ભવ્ય ઉંછામણી યોજવામાં આવી હતી. જેમાં પાટીદાર પરિવારો ખાસ હાજરી આપી હતી. જેમાં રાજસ્થાન સહિત મધ્યપ્રદેશમાંથી પાટીદારો આજે ઊંઝા આવ્યા હતા. અને ઇ પેમન્ટ માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઓપનિંગ પણ આજે કર્યું હતું. મહેસાણા ઊંઝામાં લક્ષચંડી યજ્ઞમાં ઉછામની 21 પ્રકારની અલગ અલગ કરવામાં આવી હતી.


સ્વામિનારાયણ સાધુએ કૃષ્ણ ભગવાનના અસ્તીત્વ અંગે ટિપ્પણી કરતા આહિર સમાજમાં રોષ


ઊંઝા લક્ષચંડી ઉછામનીમાં 65 કરોડ રૂપિયાની રકમ એકઠી કરી લેવામાં આવી છે. જેમાં યજ્ઞશાળાના દંડક મામલે-33,33,333 કાશીરામ પ્રભુદાસ પટેલ ઊંઝાએ યજ્ઞના મુખ્ય યજમાન-4,25,55,501 ગોવિંદભાઇ ગણેશભાઈ વરમોરા(પટેલ) મોરબી, સનહાર્ટ ગ્રુપ (અમદાવાદ)એ બોલી બોલી મુખ્ય યજમાન બન્યા હતા.


1) યજ્ઞશાળા - 33,33,333 કાશીરામ પ્રભુદાસ પટેલ ઊંઝા
2) યજ્ઞના મુખ્ય યજમાન - 4,25,55,501 ગોવિંદભાઇ ગણેશભાઈ વરમોરા(પટેલ) મોરબી, સનહાર્ટ ગ્રુપ (અમદાવાદ)
3) બીજા કુંડ ના - 1,11,11,111/- મેહુલ અરવિંદભાઈ પટેલ અમદાવાદ
4) ત્રીજા કુંડ -   25,55,555/- પટેલ અમરતભાઈ બબલદાસ અમદાવાદ
5) ચોથા કુંડ - 21,21,121/- પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ અમદાવાદ
6) પાંચમાં કુંડ.  - 16,66,666/- પટેલ પ્રહલાદભાઈ ઊંઝા
7) છઠ્ઠા કુંડ - 15,55,555/- હંસરાજ દેવજી ઘોલું.
8) સાતમા કુંડ - 14,44,444/- પટેલ અમથાભાઈ નારણભાઇ 
9) બ્રાહ્મણ કુંડ - 25,55,555/- પટેલ બાબુભાઈ કચરાજી ખોરજ
10) આઠમા કુંડ - 11,11,111/- પટેલ પ્રવીણભાઈ મગનલાલ મહેસાણા
11)નવમા કુંડ - 14,44,444/- પટેલ વિષ્ણુભાઈ ઊંઝા
12) યજ્ઞ સાલા પૂજન - 11,11,111/- પટેલ બાબુભાઇ જમનાદાસ અમદાવાદ
13) પાઠશાળા વિજય સ્તંભ - 11,11,111 /- પટેલ ડાહ્યાભાઈ હરજીવનભાઈ દેગઢ.
14)  મુખ્ય મંદિર ધજારોહન - 12,22,222/- પટેલ જીવીબેન સંકરદાસ અમદાવાદ


જુઓ LIVE TV :