યોગિન દરજી, નડીયાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્રતિબંધના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે. નડીયાદનાં ફતેહપુરાનાં ફાર્મહાઉસમાંથી દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે. ગત મધરાતે LCBએ દરોડાની કામગીરી કરી હતી, અને રેડ દરમિયાન દારૂની મહેફિલ માણતાં 33 નબીરાઓ ઝડપાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત પોલીસે 13 બાઇક, 8 કાર,5 દારૂની બોટલ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ બાદ તમામ નબીરાઓને મેડિકલ ચેકઅપ માટે મોકલાયા હતા. અહીં મહત્વનું છે કે 2 શંકાસ્પદ નિસરણી મળી આવતાં લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. નડીયાદનાં ફતેહપુરા સીમમાં ફાર્મહાઉસમાં રેડ દરમિયાન આ ઘટના બની હતી.


અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ કાયદાના ભંગની અનેક ઘટનાઓ જોવા મળે છે. દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.