યુક્રેન સંકટ બાદ મેડિકલની ઓછી સીટ બાબતે લોકોમાં જાગૃતિ આવતા જ નેતાઓ મીઠડા થવા માટે...
ગુજરાત સહિત સમગ્ર દેશના મેડિકલ સ્ટુડન્ટ ખુબ જ વિપરિત સ્થિતિમાં સ્વદેશ પરત આવી રહ્યા છે. તેઓને સીટો ભારતમાં નહી મળતી હોવાનાં કારણે તેઓ વિદેશ ભણવા જઇ રહ્યા છે. જો કે આ સ્થિતિ થયા બાદ સમગ્ર દેશનું ધ્યાન આ મુદ્દે આકર્ષાયું છે. લોકોમાં આ બાબતે જાગૃતિ આવ્યા બાદ હવે ચૂંટણી નજીક હોવાથી નેતાઓ પણ વહેતી ગંગામાં હાથ ધોવાના મુડમાં જોવા મળી રહ્યા છે. આ અંગે ધારાસભ્યના શૈલેષ મહેતાએ નિવેદન આપ્યું હતું. યુક્રેનથી અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થી ઓને આગળના અભ્યાસ માટે સરકારે મદદ કરવી જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું. યુક્રેનના બજેટ અનુસાર મેડિકલની ફી લેવા સરકારમાં રજુઆત કરવા બાબતે પણ તેમણે સાંત્વના આપી હતી.
વડોદરા : ગુજરાત સહિત સમગ્ર દેશના મેડિકલ સ્ટુડન્ટ ખુબ જ વિપરિત સ્થિતિમાં સ્વદેશ પરત આવી રહ્યા છે. તેઓને સીટો ભારતમાં નહી મળતી હોવાનાં કારણે તેઓ વિદેશ ભણવા જઇ રહ્યા છે. જો કે આ સ્થિતિ થયા બાદ સમગ્ર દેશનું ધ્યાન આ મુદ્દે આકર્ષાયું છે. લોકોમાં આ બાબતે જાગૃતિ આવ્યા બાદ હવે ચૂંટણી નજીક હોવાથી નેતાઓ પણ વહેતી ગંગામાં હાથ ધોવાના મુડમાં જોવા મળી રહ્યા છે. આ અંગે ધારાસભ્યના શૈલેષ મહેતાએ નિવેદન આપ્યું હતું. યુક્રેનથી અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થી ઓને આગળના અભ્યાસ માટે સરકારે મદદ કરવી જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું. યુક્રેનના બજેટ અનુસાર મેડિકલની ફી લેવા સરકારમાં રજુઆત કરવા બાબતે પણ તેમણે સાંત્વના આપી હતી.
આ મામલતદારોનો નહી પરંતુ હપ્તેબાજ અધિકારીઓ અને ખનનમાફીયાઓનો વિરોધ છે: મનસુખ વસાવા
જેના પગલે મેડિકલની સીટો વધારવા માટે લોકસભામાં રજુઆત કરવા બાબતે પણ સાંસદ ગીતાબેન રાઠવાએ પણ બાંહેધરી આપી હતી. છોટાઉદેપુર સીટમાં મેડિકલ કોલેજ લાવવા સરકારમાં કરીશ રજુવાત કરીશું. વિધાર્થીઓનાં આગળ અભ્યાસ માટે સરકારે કરવી મદદ કરવી જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. ડભોઇ તાલુકા યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન નિવેદન આપ્યું હતું.
વાંકાનેરને દુલ્હનની જેમ સજાવાયું, વિન્ટેજ ગાડીઓનો ઠઠ જામ્યો, કારણ જાણીને તમે પણ થશો આશ્ચર્યચકિત
હાલ રશિયાને ukraine વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેને લઇને કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ ukraine ખાતે ફસાયેલા છે જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત ચલાવવા માટે મિશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધારાસભ્ય અને સાંસદ સભ્ય ukraine થી આવેલા વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યાને હલ કરવા માટે મુલાકાત કરી રહ્યા છે. આજરોજ વડોદરાના ડભોઈ તાલુકાના મંડાળા ધરમપુરી અને ભાયાપુરા ગામે વિદ્યાર્થીઓના ઘરે મુલાકાત કરવામાં આવી હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube