પંચમહાલમાં દીપડો બન્યો માનવભક્ષી, બે બાળકોના મોત બાદ કિશોરી પર પણ હુમલો કર્યો
- ગઈકાલે એક જ દિવસમાં દીપડાએ 5 વર્ષના અને 8 વર્ષના બાળકો પર હુમલો કર્યો હતો.
- હજી બંને કિશોરોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયા જ હતા, ત્યાં જ દીપડાએ અન્ય એક કિશોરી ઉપર પણ હુમલો કર્યો હતો
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ગુજરાતમાં દીપડાનો આતંક હજી પણ યથાવત છે. પંચમહાલના ઘોઘંબાના કાંટાવેડા ગામે દીપડાએ એકસાથે બે બાળકો પર હુમલો (leapord attack) કરીને મોતને ઘાટ ઉતાર્યા છે. ગઈકાલે એક જ દિવસમાં દીપડાએ 5 વર્ષના અને 8 વર્ષના બાળકો પર હુમલો કર્યો હતો. આમ, દીપડાના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ ફેલોયો છે. બે બાળકોના મોત બાદ વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને શોધવા કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો : KBCમાં રાજકોટની રચના 3.20 લાખ જીતી, અભિનેત્રી હરમીત કૌરના રિયલ નામનો જવાબ ન આપી શકી
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે વહેલી સવારે કાટાવેડા ગામે બકરા ચરાવતા 8 વર્ષના નાયક મેહુલ વેચાતભાઇ પર આદમખોર દીપડાએ હુમલો કરી મારી નાંખ્યો હતો ત્યારબાદ મોડી સાંજે ખુંખાર દીપડાએ ગોયસુંદલ ગામે પાંચ વર્ષના બાળક બારીયા નિલેશકુમાર ભાઈ પર હુમલો કરી તેને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો ઘોઘંબા તાલુકામાં એક જ દિવસમાં માનવ ભક્ષી દીપડાએ બે બાળકોના મોત નિપજાવ્યા છે.
હજી બંને કિશોરોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયા જ હતા, ત્યાં જ દીપડાએ અન્ય એક કિશોરી ઉપર પણ હુમલો કર્યો હતો. આ કિશોરી ઘર નજીક આવેલા કુવા ઉપર પાણી ભરવા ગઈ હતી. આ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. જોકે, સામાન્ય ઇજા થવા સાથે કિશોરીનો આબાદ બચાવ થયો હતો. આમ, આ ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગે પાંજરા ગોઠવવા કવાયત હાથ ધરી છે.