અમદાવાદ: અલ્પેશ ઠાકોરે અનેક અટકળો વચ્ચે કોંગ્રેસના તમામ પદો પરથી રાજુનામું આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે તેના રાજીનામા પત્રમાં લખ્યું કે, મારું જીવન સમાજસેવા સાથે જોડાયેલું છે. હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિધારધારા સાથે જોડાયેલો હતો. ગરીબો પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જોયા છે, જેને પુરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાતના મારા સેનાનાં ગરીબ યુવાનોની અવગણના અને અપમાનથી યુવાનોમાં ખુબ જ દુઃખ અને આક્રોશ છે, મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાચ હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીના ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાઇ હોત માટે જ આ નિર્ણય કરવો મારા માટે ખુબ જ દુઃખદાયક છે.


અલ્પેશ ઠાકોરે લખેલા રાજીનામાનાં શબ્દો દુરભાગ્યપૂર્ણ: અમિત ચાવડા


મારી સેનાનો આદેશ છે જ્યાં અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યાં મારે ના રહેવું જોઇએ જેથી કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું. આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી, ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું જેનો સહજ સ્વિકાર કરશો. કોઇ એક બાબતની ઉણપ રહી સન્માન...સન્માન...અને સન્માન...જેનું ભારોભાર દુઃખ છે. કોઇ એક બાબત હંમેશા મળી વિશ્વાસઘાત...વિશ્વાસઘાત...વિશ્વાસઘાત...


રાજીનામું આપ્યા બાદ અલ્પેશનું નિવેદન: 2022માં ગુજરાતનો નાથ ઠાકોરસેના આપશે

મહત્વનું છે, કે હવે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. જેના કારણે ગુજરતાની બેઠકો પર કોંગ્રેસની મુશ્કેલી વધશે અને જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.