ઉદય રંજન/અમદાવાદ: આજે રાજ્યભરમાં લેવાયેલી એલઆરડી પરીક્ષામાં 8.76 લાખ ઉમેવારોને કોલ લેટર ઇસ્યુ કરાયા હતા. જેમાંથી સાડા સાત લાખની આસપાસ ઉમેવારોએ પરીક્ષા આપી. આ બાબતને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, પેપર લીક બાદ છેલ્લા અનેક સમયથી પોલીસ, એસટી અને શિક્ષણ વિભાગએ મહેનત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ બંદોબસ્તની વાત હોય કે, સ્ટ્રોંગ રૂમની સિક્યોરિટી કે પરીક્ષા સેન્ટરની જવાબદારી બધું જ પરફેકટ રહ્યું છે. એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરની મદદથી સમગ્ર આયોજન કરાયું હતું. જેમાં કોઈ પણ આકસ્મિક ઘટના બને તો શું કરવું તે પણ તૈયારી હોવાનું વિકાસ સહાયએ જણાવ્યું હતું. તો સાથે દરેક ઉમેદવારોને પણ જૂની ઘટના ભૂલીને મહેનત કરી પરીક્ષા આપવા બદલ અભિનંદન ભરતી બોર્ડ તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા.


શું ડો.રાજાણીના પ્રેમ-પ્રકરણનો ભાંડો મયુરે ફોડ્યો હતો? લંપટ ડોક્ટરની યુવતી સાથેના photos થયા લિક


પેપર બદલ પણ હકારાત્મક વલણ જોવા મળ્યું હોવાનું પણ વિકાસ સહાયે જણાવ્યું હતું. બીજી તરફ પેપર અઘરું હોવાની વાત અંગે વિકાસ સહાયએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. અને અમુક જગ્યાએ જૂની હાજરી શીટ અપાઈ હોવાનું સ્વીકાર્યુ અને કહ્યું કે, તેમાં કોઈ છબરડા નહોતા પણ તે 525 જેટલા સેન્ટરમાં અગાઉની જૂની શીટ વપરાઈ ન હોવાથી વપરાશમાં લેવાઈ હોવાનું કહ્યું હતું. એકાદ બે જગ્યાએ મોબાઈલ સાથે ઉમેદવારો સ્થળ પરથી પકડાયા હોવાનું પણ સામે આવ્યું હતું. આ તમામ સેન્ટરોના સીસીટીવી માટે અમદાવાદ ખાતેની રક્ષા શક્તિ યુનિવર્સીટી ખાતે કંન્ટ્રોલ રૂમ ઉભો કરાયો હતો.