મહેસાણા: શહેરમાં એક પરિણીત અને બે સંતાનોના પિતા કોન્સ્ટેબલ અને એક યુવતી અચાનક ગુમ થતા ચકચાર મચી ગઇ છે. પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર આ બંન્ને ઘણા સમયથી પ્રેમમાં હતા. તેઓ લંડન ભાગી ગયા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ અંગે મળતી  માહિતી અનુસાર પોલીસ હેડક્વાર્ટર નજીકની સોસાયટીમાં રહેતી યુવતી શુક્રવારે બપોરે ખાનગી એકેડેમીમાં જઇ રહી હોવાનું કહીને ઘરેથી નિકળી હતી. મોડી સાંજ સુધીતે પરત નહી આવતા પરિવાર દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના આ વિસ્તારમાં ઓક્સિજનનો ધોધ થશે, જાપાનની મિયાવાકી પદ્ધતી પર સરકારે કામ ચાલુ કર્યું


શુક્રવારે રાત્રે અને શનિવારે બપોર સુધી યુવતીને શોધ્યા બાદ સ્થાનિક પોલીસમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે ઘણી તપાસ છતા પણ કોળ ભાળ મળી નહોતી. જો કે હાલ તો પોલીસ બેડામાં પોલીસ કોન્સ્ટેબલ સાથે જ તે નાસી છુટી હોવાનું તંત્રમાં ચર્ચાઇ રહ્યું છે. પોલીસના અનુસાર યુવતી પોતાની સાથે તમામ ડોક્યુમેન્ટ્સ ઉપરાંત પાસપોર્ટ પણ લઇને ભાગી છે. જેથી પોલીસ દ્વારા હાલ તો તે વિદેશ ભાગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે આ અંગે પણ તપાસ ચલાવાઇ રહી છે. 


Surat: જમીન વિવાદમાં સગા ભાઇને ફસાવવા માતા-પિતાએ રચ્યું નાટક, પોલીસે આ રીતે ઉઘાડો પાડ્યો ખેલ


સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શુક્રવારે સાંજે 7 વાગ્યે લંડનની ફ્લાઇટમાં બેસીને શનિવારે બપોરે 12.30 વાગ્યે લંડન પહોંચી પણ ગઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોન્સ્ટેબલ 15 દિવસથી રજા પર હતો. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. યુવતી વિદેશ ભાગી ગઇ છે કે કેમ તે અંગે એરપોર્ટ ઓથોરિટી પાસે પણ માહિતી માંગવામાં આવી છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube