ઝી ન્યૂઝ/અમદાવાદ: સામાન્ય રીતે ઉનાળામાં બેહાલ કરનારી ગરમીથી બચવા લોકો લીંબુનો ભરપૂર ઉપયોગ કરે છે. લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે, પણ હાલમાં લીંબુના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગી પરિવારોનું બજેટ ગરમાઈ રહ્યું છે. હાલ લીંબુનો હોલસેલ બજારનો ભાવ 100 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. જે ગ્રાહક સુધી પહોંચતા 150 થી 200 રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. આમ ગરમીથી રાહત આપવાવાળા લીંબુ લોકોના બજેટ ગરમ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી એપ્રિલ મહિનામાં રમઝાન આવશે ત્યારે લીંબુની મોટી માંગ રહેશે. ત્યારે પણ બજાર ‘ટાઈટ’ રહેશે. અત્યારે ઉનાળામાં લીંબુ શરબત, શેરડીના રસના ધંધાર્થીઓને તેમજ ઘર વપરાશમાં મોટા પ્રમાણમાં લીંબુ વપરાય છે. લીંબુના ભાવમાં મોટી ઉથલપાથલ મચાવી શકવાની ક્ષમતા ધરાવે છે. 


ગુજરાતમાં આવનારા દિવસો રહેશે ખુબ જ ભારે! હવામાન વિભાગે કયા મુદ્દે ચિંતા વ્યક્ત કરી


ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગમાં એકાએક વધારો નોંધાય છે જેની સીધી અસર લીંબુના ભાવમાં જોવા મળે છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો હોય કે પછી પડોશી દેશોમાં લીંબુના સપ્લાયમાં મહત્વનું માર્કેટમાં મહેસાણા મોટું નામ ધરાવે છે. હાલમાં મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં લીંબુનું ઉત્પાદન હજુ શરૂ થયું નથી. તેથી માલની અછત વચ્ચે ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે.


તમાકુ પકવતા ખેડૂતો વિજાપુર માર્કેટયાર્ડમાં જવાના બદલે જઈ રહ્યા છે અહીં, આ વર્ષે ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ


બિન સીઝનમાં લીંબુના હોલસેલ ભાવ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો હતા, જે હાલ એકાએક હોલસેલ 150 થી 200 રૂપિયા પ્રતિકિલો પહોંચ્યા છે. જેથી રિટેલ બજારમાં 130 થી 150 રૂ પ્રતિકિલો પહોંચી ગયો છે. વેપારીઓ નું માનવું છે કે હાલમાં માંગ વધુ છે જ્યારે આવક ઓછી છે ત્યારે ભાવ વધ્યા છે, જેમ-જેમ મહેસાણા જિલ્લાના ઉત્પાદનની આવક વધશે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube