• સિંહ દીપડાના નીચે ઉતરવાની રાહ જોઈ રહ્યો છે. જેથી તે હુમલો કરી શકે

  • વીડિયો ત્રણેક દિવસ પહેલા કમલેશ્વર ડેમ નજીક સવારના સમયનો હોવાનું કહેવાઈ રહ્યું છે


સાગર ઠાકર/જુનાગઢ :ગીરના જંગલમાં હંમેશા કંઈક નવુ થતુ હોય છે. પ્રાણીઓની દરેક હિલચાલ પર કેમેરાની બાજ નજર હોય છે અને લોકોની પ્રાણીઓની આવી હરકત જોવી ગમે છે. ત્યારે ગીરના જંગલમાંથી એવુ દ્રશ્ય સામે આવ્યું છે, જે પહેલા ક્યારેય બન્યું નથી. ગીરના જંગલમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જે હાલ ચર્ચા જગાવી રહ્યો છે. વૃક્ષ પર ઉભેલો દીપડો અને નીચે ઉભેલા સિંહનો એક વીડિયો વાયરલ (viral video) થયો છે. તસવીરમાં બે હિંસક પ્રાણીઓની આ હરકત ચર્ચા જગાવનારી છે. 


આ પણ વાંચો : રાજકોટમાં પતંગ ચગાવવા પહેલા સાવધાન, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, જુનાગઢમાં ગીરના જંગલનો વીડિયો અને ફોટો વાયરલ થયો છે. જેમાં વૃક્ષ પર દિપડા ઉભો છે અને નીચે સિંહ ઉભો છે. સિંહ દીપડાના નીચે ઉતરવાની રાહ જોઈ રહ્યો છે. જેથી તે હુમલો કરી શકે. જેના બાદ વૃક્ષ પરથી નીચે ઉતરીને ભાગતાં દીપડા પાછળ સિંહ દોટ મૂકતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે જોવાની લોકોને મજા પડી રહી છે. વાયરલ વીડિયોમાં સિંહથી બચવા દીપડો ઝાડ પર ચઢી જાય છે અને પછી છલાંગ મારી ભાગી છુટે છે અને સિંહ તેનો પીછો કરતાં નજરે પડે છે. વીડિયો ત્રણેક દિવસ પહેલા કમલેશ્વર ડેમ નજીક સવારના સમયનો હોવાનું કહેવાઈ રહ્યું છે. તો સાથે જ સિંહ દર્શન માટેના રૂટ નં. 1, 3, 4 અને 7 નજીકનો આ વિસ્તાર હોવાનું જાણકારોનું માનવું છે.


આ પણ વાંચો : મમતાના ગઢમાં પહેલુ ગાબડુ પાડશે Amit Shah, આજે પશ્ચિમ બંગાળ પર સૌની નજર


જોકે, વાયરલ થયેલા ફોટો અને વીડિયો એક જ ઘટનાના છે કે અલગ અલગ ઘટનાના તે અંગે અવઢવ છે. વાયરલ વીડિયો ગીરના જંગલનો હોવાનું પ્રાથમિક તારણ છે, પરંતુ ચોક્કસ રીતે ક્યાં વિસ્તારનો છે તે અંગે અસમંજસ છે. સોશિયલ મીડિયામાં સિંહ અને દિપડા વચ્ચેના ઘર્ષણનો વીડિયો વાયરલ થયો છે અને ખૂબ જોવાઈ પણ રહ્યો છે. વન્ય પ્રાણીઓ વચ્ચેના આ પ્રકારના વીડિયો ભાગ્યે જ કેમેરામાં કેદ થાય છે. સામાન્ય સંજોગોમાં વાઈલ્ડ લાઈફ ચેનલો પર આફ્રિકાના જંગલોમાં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. પરંતુ પહેલી વખત ગીરના જંગલનો આ પ્રકારનો વીડિયો સામે આવ્યો છે.