ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લામાં દીપડાઓનો આંતક વધી રહ્યો છે. જિલ્લામાં દીપડાઓ અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યાં છે. રાતના જ નહિ, પરંતુ દિવસના સમયમાં પણ હવે દીપડાઓ દેખાવાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાળો શરૂ થતાની સાથે દીપડાઓ જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ઉનાળાના સમય દરમિયાન જંગલ વિસ્તારમાં પીવાના પાણીના અભાવના કારણે દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પીવાનું પાણી તથા શિકારની શોધમાં આવી ચઢે છે. ત્યારે વલસાડ જિલ્લાના ગામમાં ખૂંખાર દીપડાઓનો આંતક વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના ગામડાઓ અને આસપાસના વિસ્તારમાં હિંસક દીપડાઓ જોવા મળી રહ્યાં છે. સાથે જ ગામના છેવાડાના વિસ્તારોમાંથી આ દીપડાઓ બકરા અને અન્ય નાના પશુઓનો શિકાર કરતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આથી સ્થાનિક લોકોએ દીપડાઓને ઝડપવા વનવિભાગને રજૂઆત કરી છે. આથે વન વિભાગે પણ ત્વરિત પગલા લઈને પાંજરા ગોઠવી દીપડાઓને પકડવાનું અભિયાન ચાલુ કર્યું છે. 


આ પણ વાંચો : ચકચારી ઘટના : સગીરા તાબે ન થતા 3 નરાધમોએ તેનો દુષ્કર્મવાળો વીડિયો કરી દીધો વાયરલ


પરંતુ વલસાડ જિલ્લામાં વધતી જતી દીપડાઓની સંખ્યા વન વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીક આવવાના બનાવો વધી રહ્યાં છે. આ અગાઉ પણ અનેક વખત હિંસક દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીકથી ઝડપાઇ ચૂક્યા છે. આથી જંગલમાંથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓના રહેણાંક વિસ્તાર નજીક આવવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે આ બનાવો લાલબત્તી સમાન છે. 


આ પણ વાંચો : ગુજરાત સરકારના એક નિર્ણયથી રંગ-પીચકારી વેચતા વેપારીઓની જિંદગી બેરંગ બની 



સાથે જ જો દીપડાઓ દ્વારા પાલતુ પ્રાણીઓ પર હુમલાની આંકડાકીય વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં વર્ષ 2019-20 માં દીપડા દ્વારા 13 પાલતુ પ્રાણીઓને શિકાર કરવામાં આવ્યો હતો. સાથે વર્ષ 2020-21 માં 40 જેટલા પશુઓનો દીપડા દ્વારા શિકાર કરવામાં આવ્યો હતો. એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે દીપડાઓ વધુ પડતા રહેણાંક વિસ્તારોમા જોવા મળી રહ્યાં છે. સાથે જ 2019-20 વર્ષમાં એક પણ દીપડો પાંજરે પુરાયો ન હતો. તો 2020-21 વર્ષની વાત કરીએ તો, 8 જેટલા દીપડાઓ પાંજરે પુરાઈ ચુક્યા છે. જેમાં સૌથી વધુ 5 જેટલા દીપડા પાંજરે પુરાયા છે. દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી જવાના કારણે ગામડાના લોકોમાં તથા પશુ પાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 


આ પણ વાંચો : સુરત-અમદાવાદ બન્યું કોરોનાનું એપી સેન્ટર, રાજ્યમાં 80% દર્દીઓ ઘરમાં ક્વોરેન્ટાઈન