રક્ષિત પંડ્યા/રાજકોટ :દીપડાના આતંકથી ગુજરાતનો કોઈ જિલ્લા બાકી રહી ગયો નહિ હોય. ગુજરાતમાં ઠેકઠેકાણે રખડતા કૂતરાની માફક હવે દીપડા ફરવા લાગ્યા છે. ત્યારે હવે રાજકોટનું ફેમસ ટુરિસ્ટ સ્પોટ પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘૂસ્યો છે. ગઈકાલે રાત્રે દીપડાએ પાર્કમાંના હરણનું મારણ કર્યું હતું. જેના બાદ પાર્ક સત્તાધીશો અને વન વિભાગે દીપડાને તાત્કાલિક પકડવાની કવાયત હાથ ધરી છે. વન વિભાગ અને RMC એ ઝૂને ખાલી કરાવ્યું છે. તેમજ આજે સામાન્ય નાગરિકો માટે પાર્કની એન્ટ્રી બંધ કરી દેવાઈ છે. હાલ પાર્કમાં વિવિધ સ્પોટ પર 7 પાંજરા મૂકવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી પાર્કના તમામ કર્મચારીઓને તાત્કાલિક બોલાવી લેવાયા છે. હાલ ટીમ દીપડાને પાંજરા સાથે પકડવા તૈયાર છે. 137 એકરમાં ફેલાયેલા પ્રદ્યુમન પાર્કમાં દીપડાને શોધવા યુદ્ધ ધોરણે કામગીરી ચાલી રહી છે, જેથી અન્ય કોઈ પ્રાણી તેનો શિકાર ન બને. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા સાધનો અને જરૂરી સામાન લઈને અમેરિકાથી ખાસ વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું


ગઈકાલે રાત્રે દિવાલ કૂદીને આવ્યો દીપડો
રાજકોટમાં આવેલું પ્રદ્યુમન પાર્ક ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે. અહીં 400થી વધુ પશુપક્ષીઓ આવેલા છે. રાજકોટ તથા આજુબાજુના વિસ્તારોના લોકો માટે પ્રદ્યુમન પાર્ક પ્રખ્યાત છે. ઝૂના અંત ભાગમાં હરણ ખાણુ છે, જ્યાં 6 જેટલા અલગ અલગ પ્રજાતિના 40 જેટલા હરણ મૂકવામાં આવ્યા છે. આ હરણ ખાણુ પાર્કનો અંતિમ છેડો છે, જેના પાછળના ભાગમાં નર્સરી અને જંગલ વિસ્તાર છે. ત્યારે દિવાલ કૂદીને દીપડો અંદર આવ્યો હોય તેવું અનુમાન લગાવાયું છે. દીપડાને પકડવા અલગ અલગ રીતે કામગીરી કરવામાં આવી રહી છે.