જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ :ક્યારેક ખૂંખાર લાગતા પ્રાણીઓના પણ દિલ પીધળી જાય છે. મનુષ્ય અને પ્રાણી વચ્ચેના પ્રેમ અને દોસ્તીના અનેક કિસ્સા આપણે જોયા છે. વર્ષો સુધી સાથે રહ્યા બાદ મનુષ્ય અને પ્રાણી મિત્રો જેવ બની જાય છે. પરંતુ ક્યારેક જંગલમાં રખડતા ખૂઁખાર જાનવરો પણ પોતાના શિકાર પ્રત્યે દરિયાદિલી દાખવતા હોય છે. પંચમહાલનો એક કિસ્સો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. શિકારની શોધમાં ભટકતા દીપડાએ મોઢા આવેલો શિકાર છોડી દીધો હતો, અને બે મહિનાની બાળકી સામે નતમસ્તક થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલમાં બે માસની દુર્ગા સામે ખૂંખાર દીપડો નત મસ્તક થયો હતો. ‘રામ રાખે તેને કોણ ચાખે’ ની ઉક્તિ ઘોઘંબાના વાવકુલ્લી ગામે યથાર્થ સાબિત થઈ છે. માત્ર બે માસની માસૂમ બાળકીને ઘરમાં ઘૂસી તેની માતા પાસેથી દીપડો ઉપાડી લઈ ગયો હતો. દીપડો તેને જંગલમાં 2 કિમી દૂર સુધી ખેંચી ગયો હતો. દુર્ગાને જંગલમાં લઇ જઇ તેણે બાળકીને એક પથ્થર ઉપર મૂકી હતી. કલાકો સુધી દીપડો તેની જોડે જ બેઠો રહ્યો હતો. 


આ પણ વાંચો : દિલની પ્યાસ બુઝાવવા એકાંત શોધતો યુવક યુવતી સાથે આબુ જવા નીકળ્યો, રસ્તામાં જ થયુ એવુ કે દુનિયા લૂંટાઈ ગઈ


શિકાર માટે ખેંચી લઈ ગયા બાદ જાણે માસૂમ દુર્ગા ઉપર દીપડાન દયા આવી હોય એમ પથ્થર ઉપર માત્ર લઈ બેસી રહ્યો અને તેના પર હુમલો ન કર્યો હતો. આખરે દુર્ગાની શોધખોળ કરતા પરિવારજનોને દુર્ગા મળી આવી હતી. લોકો દીપડા સાથે દુર્ગાને જોતા જ અચંબિત થઈ ગયા હતા. ત્યારે ત્યાથી દીપડો દુર્ગાને છોડીને ભાગી ગયો હતો. લોકોએ જોયુ તો દુર્ગા થોડી ઈજાગ્રસ્ત હતી, જ્યારે દીપડાએ તેને મોઢામાં ઉપાડી હતી. ઈજાગ્રસ્ત દુર્ગાને છાતીમાં દીપડાના દાંત વાગવાથી સામાન્ય ઈજાઓ થઈ હતી. આમ, તેનો આબાદ બચાવ થયો હતો. દુર્ગાને ઇજાઓ થતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ રજા અપાઈ હતી. 


આ પણ વાંચો : હાર્દિક પટેલના વધુ એક સંકેત, ભાજપના નેતા સાથે ડાયરામાં રૂપિયા ઉડાવતા દેખાયા


તો બીજી તરફ, રાજુલાના બર્બટાણા ગામનો સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં બર્બટાણા ગામમાં સિંહ પાછળ ટ્રેકટર દોડાવી સિંહને પરેશાન કર્યો હતો. સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ બાદ રાજુલા વનવિભાગમાં એક શખ્સ સામે ગુનો નોંધાયો છે. ફરાર શખ્સ સહિત અન્ય કેટલા લોકો સંડોવાયેલા તેને લઈ વનવિભાગ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરાઇ છે. વનવિભાગ દ્વારા 24 કલાકમાં કેટલાક વધુ આરોપીઓને ઝડપી શકે છે.


આ પણ વાંચો : 


લગ્નમાં નાચતા સમયે વરરાજા ઢળી પડ્યો, પોતાના જ ડીજે પ્રસંગમાં થયુ મોત