હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફરી એકવાર દીપડો દેખાતા ફફડાટ ફેલાયો છે. શહેરના સેક્ટર 20ના બંધ મકાનમાં દીપડો હોવાની વાત સામે આવી હતી. અક્ષર ધામની પાછળ જ આ બંધ મકાન આવેલું છે. જેમાં દીપડો હોવાનો એક સફાઈ કામદારે દાવો કર્યો. જે બાદ પોલીસ અને જંગલ ખાતાના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા અને દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


સરકારના કારણે લોકોના ખિસ્સાં ખંખેરાશે, જગદીશ વિશ્વકર્મા જણાવે કે આજનું કામ કાલે કેમ?


શરમ કરો! રસી નથીની બુમરાણ વચ્ચે રાજ્યમાં 28 લાખ કોરોના રસીના ડોઝ બગડી ગયા


નોકરિયાતો માટે ખુશખબરી, આટલો ઉંચો પગાર હશે તો પણ નહીં ભરવો પડે Income Tax!


દીપડાને જોનાર પ્રત્યક્ષદર્શી મહિલાના કહેવા પ્રમાણે તેઓ સફાઈ કર્મચારી છે અને નગરપાલિકા તરફ જતા હતા ત્યારે કુદરતી હાજતે જતા તેમણે દીપડો જોયો હતો. જે બાદ તેઓ ડરીને ભાગી ગયા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય છે અને તેઓ ઝડપથી દીપડો હોય તો પાંજરે પુરાય તેવી આશા રાખી રહ્યા છે.  ચાર દિવસ પહેલા જ ગાંધીનગરના સચિવાલય પાસે દીપડો દેખાયો હતો. આ પહેલા ગાંધીનગરના સંતસરોવર, સચિવાલય, આયુર્વેદ હોસ્પિટલ સંકુલ, દોલારાણા, વાસણા ગામથી દીપડો પકડાઈ ચુક્યો છે.


મહત્વનું છે કે, બનાસકાંઠાથી ગાંધીનગર સુધીનો સાબરમતી નદીના કિનારાનોજે વિસ્તાર છે તે દીપડા માટેનો કોરિડોર ગણવામાં આવે છે. એટલે કે આટલા વિસ્તારમાં દીપડાના આંટાફેર હોય શકે છે. આ પહેલા બે વાર એવું બન્યું છે કે, દીપડો દેખાયો હતો અને તેને પાંજરે પુરવામાં આવ્યો હતો. હવે ફરીથી દીપડાની દહેશત વધતા વન વિભાગ તેને પકડવાના કામે લાગ્યું છે.


આ પણ ખાસ વાંચોઃ


Post Officeમાં રોકાણ છે તો આટલા મહિનામાં જ થઈ જશે ડબલ, ગેરંટી સાથે મળશે મોટો નફો


GPay, Paytm કે PhonePe સહિતની UPI Apps થી તમે એક દિવસમાં રૂપિયા કરી શકો છો ખર્ચ?


ATM માંથી પૈસા ઉપાડવા માટે Debit card હોવું જરૂરી નથી, આ રીતે પણ ઉપાડી શકશો રૂપિયા