નવી દિલ્હી : ભારે વરસાદ બાદ હવે મુંબઇમાં વિનાશ વેર્યા બાદ બિમારીઓએ ભરડો લીધો છે. ડેંગૂ, મેલેરિયા ઉપરાંત લેપ્ટોસ્પાયરોસિસ નામની બિમારી લોકોમાં સતત વધી રહી છે. અત્યાર સુધી લેપ્ટોસ્પાયરોસિસની ઝપટે ચડ્યા બાદ ચાર લોકોનાં મોત થઇ ચુક્યા છે. અત્યાર સુધી લેપ્ટોસ્પાયરોસિસ થવાના કારણે ચાર લોકોનાં મોત થઇ ચુક્યા છે. ડોક્ટર્સના અનુસાર  લેપ્ટોસ્પાયરોસિસ એક જીવાણુ રોગ છે. જે માણસો, ઉંદરડાઓ અને પાલતુ જાનવરોને પ્રભાવિત કરે છે અને મળમુત્ર દ્વારા ફેલાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર લેપ્ટોસ્પાયરોસિસ બેક્ટેરિયા શરીરમાં એક વાર દાખલ થયા બાદ માત્ર 24 કલાકની અંદર સમગ્ર શરીરમાં ફેલાય જાય છે. આ બિમારીના લક્ષણમાં માથુ દુખવુ, ડાયેરિયા, આંખો લાલ થવી વગેરે છે. તે ઉપરાંત જોન્ડિસ, સાંધાનો દુખાવો, થાક વગેરે પણ આ બિમારીના લક્ષણો છે. ભારે વરસાદના કારણે આ બીમારી વધવાનો ખતરો અનેક ગણો વધી જાય છે. સામાન્ય રીતે તો આ બિમારી ગરમ વિસ્તારોમાં જ થાય છે, પરંતુ વરસાદના કારણે બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે. 

આ બીમારી આફ્રીકા, સાઉથ ઇસ્ટ એશિયા, સેન્ટ્રલ અને સાઉથ અમેરિકા અને કેરેબિયન દેશોમાં વધારે જોવા મળે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો કોઇ લેપ્ટોસ્પાયયરોસિસના લક્ષણ જોવા મળે છે તો ડોક્ટરનો તત્કાલ સંપર્ક કરવો જોઇએ. કારણ કે શરૂઆતના સમયમાં આ બિમારી કાબુમાં કરી શકાય છે પરંતુ તે વધી ગયા બાદ તેની સારવાર જટીલ થઇ જાય છે. 

આ અંગે નિષ્ણાંતોના મત અનુસાર વરસાદ બાદ પુરના કારણે લેપ્ટોસ્પાયરોસિસ ઝડપથી વકરે છે. ખાસ કરીને ઉંદરો થકી વધારે ફેલાય છે. કારણ કે ઉંદરડાઓ ગંદકી ખાવા અને બાકીના સ્થળો પર પહોંચે છે. તેને બચવા માટે પોતાની આસપાસ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે અને પાણી પણ સ્વચ્છ પીવું જોઇએ.