જયેશ દોશી/નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ સીએમ વિજય રૂપાણીને શિક્ષકોના પગારને લઇને પત્ર લખ્યો છે. ભાજપના જ સાંસદે સીએમ વિજય રૂપાણીને આ અંગે પત્ર લખીને શિક્ષકો અને વન કર્મીઓના છેલ્લા કેટલાક મહિનાઓથી પગાર નહિ થતા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે, સરકાર દ્વારા પૂરતી ગ્રાન્ટ મળવા છતા પણ શિક્ષકોને વેતન આપવામાં આવતુ નથી. વેતન ન મળવાથી શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે નર્મદાના વન કર્મીઓનો પણ છેલ્લા 6 મહિનાથી પગાર કરવામાં ન આવતા તેઓ પણ રોષે ભરાયા છે. સાંસદ મનસુખ વસાવા દ્વારા સીએમને પત્ર લખીને વહેલી તકે શિક્ષકોના તથા વનકર્મીઓનો પગાર વહેલી તકે થાય તેવી રજૂઆત કરવામાં આવી છે.