Rajkot Patiar Patrikakand: રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ સૌથી મોટો કોઈ ચર્ચાનો મુદ્દો હોય તો એ પત્રિકા કાંડ છે. જી હાં, લેઉવા પટેલ વિશે વાયરલ થયેલી પત્રિકામાં હવે કોંગ્રેસના ઉમેદવારના ભાઈની સંડોવણી સામે આવી છે. રાજકોટ ભાજપ દ્વારા પત્રિકા વહેંચાનારાના સીસીટીવી જાહેર કર્યા બાદ બીજા જ દિવસે આ સૌથી મોટો ધડાકો થયો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! અંબાલાલની આગાહી


એક દિવસ પહેલાં એટલે કે, 4 તારીખના રોજ રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા આ સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે છે. જેમાં કેટલાક લોકો રાતના સમયમાં પત્રિકાઓ વહેંચતા દેખાય રહ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા એવો આરોપ લગાવવામાં આવે છેકે, પત્રિકા વહેંચનારા આ શખ્સો કોંગ્રેસના કાર્યકરો છે અને આ પત્રિકા બીજી કોઈ નહીં પરંતુ, લેઉવા અને કડવા પટેલમાં વેર ઊભો કરવાની કરતૂત છે. જોકે, ભાજપ દ્વારા આ ખુલાસાના એક જ દિવસ બાદ સૌથી મોટો ધડાકો થયો. હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.. કેમ કે, આ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે. 


'તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો', ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર


પત્રિકા વિતરણનાં સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ પોલીસે કોંગ્રેસના 4 યુવા પાટીદાર કાર્યકરોની ધરપકડ કરી લીધી.. આ કાંડમાં સંડોવાયેલા શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમે કવાયત શરૂ કરી છે.. ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને ઝડપવા માટે પોલીસે દરોડા પાડ્યા છે.. આ સમગ્ર કાંડમાં પરેશ ધાનાણીનાં ભાઈ શરદ ધાનાણીની ધરપકડ થઈ શકે છે.. ત્યારે આ મામલે હવે પરેશ ધાનાણીની મુશ્કેલી વધી શકે છે.


વીજળીના કડાકાભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ, હીટવેવથી મળશે રાહત


પત્રિકા વાયરલ થયા બાદ ભાજપે આ મુદ્દાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. રાજકોટ જિલ્લા ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર ખોડલધામને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. જોકે, કોંગ્રેસ દ્વારા આ પત્રિકાને પરિચય પત્રિકા ગણાવવામાં આવી રહી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યુ કે, કોંગ્રેસને બદનામ કરવાનું આ કાવતરું છે. રાજકોટમાં ભાજપે આ મામલે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. લેઉવા-કડવા પટેલ વચ્ચે વેમનસ્ય ફેલાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો, સોશિયલ મીડિયાનાં માધ્યમથી વૈમનસ્ય ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


કટ્ટર મુસ્લિમ મૌલાનાને લઈ હર્ષ સંઘવીનું સ્ફોટક નિવેદન, ખુલ્યું પાકિસ્તાન કનેક્શન!


જોકે, હવે પત્રિકા કાંડમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના જ ભાઈની સંડોવણી બહાર આવતા આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક માટે આ પત્રિકા વિવાદ કોંગ્રેસને કેટલો નડતરરૂપ થશે.


આ 6 વસ્તુઓના સેવનથી તમારા શરીરમાં ધીરે ધીરે જમા થાય છે ઝેર! પતી જશે લીવર અને કિડની