40 હજારની લાંચ કેસમાં LG હોસ્પિટલના તત્કાલિન સુપ્રિટેન્ડન્ટની ધરપકડ
આરોપી રાજેશ શાહ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હતા, બાકી બિલ પાસ કરાવા માટે ડો. રાજેશ શાહે રૂ.40 હજારની લાંચ માગી હતી
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ શહેરની મ્યુનિસિપલ સંચાલિત એલજી હોસ્પિટલના તત્કાલિન સુપ્રીટેન્ડન્ટ ડો. રાજેશ શાહની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રૂ.40 હજારની લાંચના કેસમાં આરોપી ડો. રાજેશ શાહ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હતા.
ઉલ્લેખનીય છે કે, જૂન 2018માં ગ્રાફિક્સ બેનરનું બાકી બિલ કઢાવવા માટે ફરિયાદીએ સુપ્રિટેન્ડન્ટ સંપર્ક કર્યો હતો. ડો. રાજેશ શાહે આ બિલ પાસ કરાવી આપવા માટે ફરિયાદી પાસે રૂ.40,000ની લાંચ માગવામાં આવી હતી. જેના અનુસંધાને ફરિયાદે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરી હતી.