ગાંધીનગર : સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની તોફાની અને વિનાશક બેટિંગના પગલે ગામડાઓની સ્થિતિ વિકટ બની છે. અનેક ગામના ગામ પાણીમાં ડુબી ગયેલા છે. તો અનેક ગામો પાણીમાં ડુબેલા છે. અનેક ગામો હજી પણ સંપર્ક વિહોણા છે. ધોધમાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયોમાં નવા નીરની આવક તઇ રહી છે. સૌરાષ્ટ્રમાં આવેલા મોટા ભાગના જળાશયો ફુલ થઇ ચુક્યા છે. હવે આ ડેમ જોખમી બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આવેલા કુલ 141 જેટલા મોટા ડેમમાંથી 37 ન માત્ર ભરાઇ ચુક્યા છે પરંતુ હાઇએલર્ટ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદે ભારે કરી: ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે, 10 ગામો સંપર્કવિહોણા


સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં વરસાદથી પાણીની મોટા પ્રમાણમાં આવક થઇ છે. જેના કારણે ડેમ જોખમી સ્તર પર વહી રહ્યા છે. તેમાંથી પાણી છોડવામાં આવતા કિનારાના ગામો પણ હાઇએલર્ટ પર છે. જામનગરના 9 મોટા ડેમમાંથી 8 ડેમ 100 ટકા ભરાઇ ચુક્યા છે. જ્યારે આજી-4 ડેમ 70 ટકાથી વધારે ભરાઇ ચુક્યો છે. રાજકોટના 7 મોટા ડેમોમાંથી 5 ડેમ સંપુર્ણ ભરાઇ ચુક્યા છે. જૂનાગઢના વંથલીનો ઓઝત વિઅર ડેમ પણ 100 ટકા ભરાઇ ચુક્યો છે. 


રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો, આ તારીખ સુધી રહેશે અમલ


રાજકોટનો સૌથી વધારેવરસાદ લોધિકા પંથકમાં જ પડ્યો છે. ત્યાના પાણીનો પ્રવાહ લઇને આવતી મોટા ભાગની નદી ન્યારી નદીમાં ભળતા ન્યારી-1 ડેમમાં પાણી આવે છે. એકદમથી ભારે વરસાદ આવતા ન્યારી-1 ડેમની સપાટી જોખમી રીતે વધવાની શરૂ થઇ હતી. પાણીની આવક એટલી વધારે હતી કે, મોડી રાત્રે જ મનપાના ઇજનેરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. આ ઉપરાંત તમામ જિલ્લાનો સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે. કોઇ પણ તંત્ર અને સ્ટાફને હાલ ફરજ અને પોતાની ફરજનું સ્થળ નહી છોડવા માટે આદેશ અપાયો છે. 


સુરતના શુભમે દેશમાં મેળવ્યો 13 મો ક્રમ, CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર


જિલ્લાનું નામ ડેમનું નામ કેટલા ટકા પાણી
જામનગર UND-2  છલોછલ (100 %)
જામનગર UND-1 છલોછલ (100 %)
જામનગર ઉમિયાસાગર છલોછલ (100 %)
જામનગર વોડીસંગ છલોછલ (100 %)
જામનગર ફુલઝર (કેબી) છલોછલ (100 %)
જામનગર પુના છલોછલ (100 %)
જામનગર ફોફળ-2 છલોછલ (100 %)
જામનગર ફુલઝર-1 છલોછલ (100 %)
જામનગર વાઘડિયા છલોછલ (100 %)
જામનગર સપડા છલોછલ (100 %)
જામનગર વિજરખી છલોછલ (100 %)
જામનગર UND-3 છલોછલ (100 %)
જામનગર રસોઇ-2 છલોછલ (100 %)

જિલ્લાનું નામ ડેમનું નામ ડેમનું સ્તર
રાજકોટ ભાદર-2 92.38 %
રાજકોટ ફોફળ-1 99.99 %
રાજકોટ વેણુ-2  છલોછલ (100 %)
રાજકોટ મોજ  છલોછલ (100 %)
રાજકોટ ન્યારી-2  છલોછલ (100 %)
રાજકોટ છાપરાવાડી-2  છલોછલ (100 %)
રાજકોટ વેરી  છલોછલ (100 %)
રાજકોટ લાલપરી  છલોછલ (100 %)
રાજકોટ કબીર સરોવર  છલોછલ (100 %)
રાજકોટ મોતીસાગર  છલોછલ (100 %)
રાજકોટ સોળવદર  છલોછલ (100 %)
રાજકોટ વાચ્છાપરી  છલોછલ (100 %)

જિલ્લો ડેમનું નામ કેટલા ટકા પાણી
જૂનાગઢ ઓઝત-વિઅર  છલોછલ (100 %)
જૂનાગઢ હસનપુર  છલોછલ (100 %)
જૂનાગઢ ઓઝત-2  છલોછલ (100 %)
જૂનાગઢ અંબાજળ  છલોછલ (100 %)
જૂનાગઢ ધ્રાફડ  છલોછલ (100 %)
જૂનાગઢ બાંટવા-ખારો  છલોછલ (100 %)
અમરેલી ધાતરવડી  છલોછલ (100 %)
અમરેલી ખોડિયાર  છલોછલ (100 %)
અમરેલી સુરજવાડી  છલોછલ (100 %)
અમરેલી ધાતરવડી-2  છલોછલ (100 %)
પોરબંદર સારણ  છલોછલ (100 %)
બોટાદ ખંભાળા  છલોછલ (100 %)
દેવભૂમિ દ્વારકા વર્તુ-1  છલોછલ (100 %)
દેવભૂમિ દ્વારકા કાબરકા  છલોછલ (100 %)
ગીર સોમનાથ રાવલ  છલોછલ (100 %)
ભાવનગર ખારો  છલોછલ (100 %)
ભાવનગર શેત્રુંજી  છલોછલ (100 %)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube