ગુજરાત-રાજસ્થાનને જોડતી જીવાદોરી સમાન રેલવે લાઇન શરૂ, નાગરિકોએ હારતોરા કરી કર્યું સ્વાગત
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદથી હિંમતનગર બ્રોડગેજ રેલવે ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવામા આવી છે. ડુંગરપુરથી અમદાવાદ સુધીની પ્રથમ ટ્રેન રાજસ્થાનથી શામળાજી થઈને ગુજરાતના હિંમતનગરમાં આવી પહોંચતા ભાજપના કાર્યકર્તાઓએ હરખભેર રેલ્વેનું સ્વાગત કર્યું હતું.
અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે અમદાવાદથી હિંમતનગર બ્રોડગેજ રેલવે ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવામા આવી છે. ડુંગરપુરથી અમદાવાદ સુધીની પ્રથમ ટ્રેન રાજસ્થાનથી શામળાજી થઈને ગુજરાતના હિંમતનગરમાં આવી પહોંચતા ભાજપના કાર્યકર્તાઓએ હરખભેર રેલ્વેનું સ્વાગત કર્યું હતું.
108 ની ટીમે 10 મિનિટમાં શાહના બહેનને હોસ્પિટલ પહોંચાડ્યા, ગૃહમંત્રીએ કહ્યું આભાર
અમદાવાદ-ઉદયપુર રેલવે લાઈન હાલમાં તબક્કાવાર મીટરગેજમાંથી બ્રોડગેજમાં રુપાંતર થઈ રહી છે. જેનો પ્રથમ તબક્કો અમદાવાદથી હિંમતનગર વચ્ચે શરુ થયો હતો. હવે ડુંગરપુરથી અમદાવાદ વચ્ચે રેલવે સેવા શરુ કરવામાં આવી છે. રાજસ્થાનના ડુંગરપુરથી ગુજરાતમાં પ્રથમ રેલવે ટ્રેન આજે ગુજરાતના લુસડીયા થઇ, શામળાજી,રાયગઢ થઈને હિંમતનગર પહોંચતા સ્થાનિક લોકોએ હરખભેર રેલ્વેનું સ્વાગત કર્યું હતું. સાબરકાંઠા સાંસદ સહિત અગ્રણીઓ ડુંગરપુરથી રેલવેમાં મુસાફરી કરી હિંમતનગર સુધી આવી પહોંચ્યા હતા. ત્યારબાદ હિમતનગરથી તલોદ સુધી રેલ્વેમાં મુસાફરી કરી હતી.
પોલીસે ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગપતિના દાંત જપ્ત કર્યા, પત્નીના ગુપ્તાંગ સાથે...
સપ્તાહમાં ૦૬ દિવસ આ ટ્રેન અમદાવાદથી ડુંગરપુર વચ્ચે દોડશે. જેમા સવારે અમદાવાદથી ઉપડનારી આ ટ્રેન બપોરે ડુંગરપુર પહોંચશે. ત્યાર બાદ તે ડુંગરપુરથી પરત અમદાવાદ પહોંચશે. હિંમતનગર અને શામળાજી રોડ સ્ટેશન જેવા મહત્વના સ્થળો પર ટ્રેન રોકાશે. અમદાવાદ ડુંગરપુર વચ્ચેનો સમય ટ્રેન ચાર કલાક જેટલા સમયમાં કાપશે. તો આ ઉપરાંત અમદાવાદ-હિમતનગર અને હિમતનગર-અમદાવાદ તો રાબેતા મુજબ સવારે હિમતનગરથી અમદાવાદ જશે અને રાત્રે અમદાવાદ થી હિમતનગર આવશે. આ શરુ થયેલી ડુંગરપુર સુધીની રેલ્વે સેવા મુસાફરો માટે ઝડપીમાં ઝડપી ઉદેપુર સુધી શરુ થાય સાથે અનુકુળ સમયને લઈને સાબરકાંઠા સહીત ગુજરાતના પ્રવાસીઓ વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube