પ્રેમીપંખીડાની પ્રાઈવસી! ના પોલીસ..ના કેમેરા..ના સિક્યોરિટીનો ડર, આ છે એકદમ અવાવરું જગ્યા
અમદાવાદ નજીક આવેલી છે આ અનોખી જગ્યા. જોકે, આ સ્થળ એક સાવ અવાવરું જગ્યા હોવાથી ત્યાં જવું એ એક પ્રકારનો ખતરો પણ છે. જેથી અહીં આવતા સહેલાણીઓએ અને ખૂણા પકડી પકડીને ઘુટર ઘુ કરવા આવતા પ્રેમી પંખિડાઓએ પણ ખાસ સતર્ક રહેવાની જરૂર છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે પ્રેમી પંખિડાઓ એકાંતની શોધમાં જ ફરતા હોય છે. તેમને પ્રાઈવર્સી જોઈતી હોય છે. તેથી તેઓ એવી જગ્યા પસંદ કરતા હોય છે જ્યાં બીજું કોઈ ન હોય. ત્યારે અમદાવાદ નજીકની આવે જ એક જગ્યાએ જામે છે પ્રેમી પંખિડાઓનો મેળો. બધા પોતપોતાની રીતે જગ્યા પકડીને સેટ થઈ જાય છે. ના કોઈ પોલીસ હોય છેકે, ના કોઈ સિક્યોરિટી, દૂર દૂર સુધી બધુ જ હોય છે સાવ સુમસામ. અહીં દૂર દૂર સુધી કોઈ સીસીટીવી કેમેરા પણ નથી હોતા.
અહીં ઉમટી પડે છે પ્રેમી પંખીડાઃ
પ્રેમી પંખિડાઓને તો જાણે કોઈ ફિલ્મનો સીન ચાલતો હોય અને એવી અવાવરુ જગ્યાએ આવી ગયા હોય એવો જ અહેસાસ થાય છે. અહીં વાત કરવામાં આવી છે અમદાવાદ નજીક આવેલાં ઝાંઝરીની. અમદાવાદથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલો છે ઝાંઝરી વોટર ફોલ. અહીં તમને એકાંત, નિરવ શાંતિ અને કુદરતના સાનિધ્યનો અનેરો નજારો માણવા મળશે. ખાસ કરીને પ્રાઈવસી શોધતા લવ બર્ડ્સ, ન્યૂલી મેરીડ કપલ્સ અને ફ્રેન્ડ્સ ગ્રૂપ માટે આ પ્લેસ સ્પેશિયલ છે. ઝાંઝરી ધોધએ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકાના ડાભા ગામની પાસે વાત્રક નદીના કિનારે આવેલો છે. જોકે, આ જગ્યા ખુબ જ અવાવરું હોવાથી અહીં આવનાર દરેક વ્યક્તિએ સતર્ક રહેવાની જરૂર છે.
અમદાવાદથી કઈ રીતે પહોંચવું?
અમદાવાદથી ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડામાં થઈને ત્યાંથી દહેગામથી પસાર થઈને બાયડ જવાના રસ્તે આ વોટર ફોલ સુધી પહોંચી શકાય છે. પાર્કિંગ પ્લેસથી વોટર ફોલ સુધીનું અંતર આશરે બે થી અઢી કિલોમીટરનું છે. ત્યાં સુધી તમે ચાલીને પણ જઈ શકો છો. જોકે, ઉંટ સવારી કરીને પથ્થરો અને જંગલની વચ્ચેથી ઝાંઝરીના ઝરણાં અને ધોધ સુધી પહોંચવાની મજા જ કંઈક અલગ છે. તમે કોઈપણ સિઝનમાં વહેલી સવારે આ સ્થળની મુલાકાત લઈ શકો છો.
ઝાંઝરી વોટર ફોલ જેટલો મનમોહક લાગે છે તેટલો જ ભયાનક પણ કહેવાય છે. આ સુંદર પાણીના ઝરણાં અનેક લોકોનો ભોગ પણ લઈ ચૂક્યાં છે. તેથી અહીં આવતાં સહેલાણીઓને ખાસ સલાહ છેકે, કોઈએ અહીં વહેતાં ઝરણાંમાં કે ધોધની નીચે ન્હાવાનો પ્રયાસ કરવો નહીં. આમ તો શહેરથી દૂર અને જંગલની વચ્ચે આવેલી આ એક અવાવરું જગ્યા છે. જ્યાં તમને એકદમ નીરવ શાંતિ જોવા મળશે. ઝાંઝરી ધોધથી અંદાજે 15 કિલો મીટરના અંતરે ઉંટળીયા મહાદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. તો તમે આ ટ્રીપ દરમિયાન આ ધાર્મિક સ્થળની મુલાકાત લઈને મહાદેવના દર્શનનો લ્હાવો પણ લઈ શકો છો.