નવી દિલ્લીઃ આ વર્ષે નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી થશે શરૂ. નવરાત્રિના દિવસમાં ઉપવાસ કરતા સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આના સિવાય તમારા ઉપવાસ સફળ નહીં ગણાય. નવરાત્રિના 9 દિવસમાં દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.  એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તોની મનોકામના જલ્દી પૂરી થાય છે. પરંતુ નવરાત્રિના ઉપવાસમાં કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રોમાં આ નિયમોનો ઉલ્લેખ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિમાં ઉપવાસના જાણો નિયમો-


1. નવરાત્રિમાં ઉપવાસ રાખનાર વ્યક્તિએ પોતાના મનમાં જુઠાણું. છેતરપિંડી વગેરે જેવા વિચારો ન લાવવા જોઈએ. વ્યક્તિએ હંમેશા સત્ય બોલવું જોઈએ. વ્યક્તિએ મનને સંયમમાં રાખવું જોઈએ અને તેના ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ અને મનમાં કોઈપણ નકારાત્મક વિચારો આવવા ન જોઈએ. 


2. શાસ્ત્રોના અનુસાર લોકો નવરાત્રિનું વ્રત વિવિધ રીતે કરે છે. જેમ કે કેટલાક લોોક એક સમયે એજ જ ભોજન લે છે. કેટલાક લોકો ફળ, પાણી, તુલસી અને ગંગાજળ પીને નવરાત્રિનું વ્રત રાખે છે. પરંતુ સામાન્ય રીતે ઘરના લોકો એક સમયે એક જ ભોજન કર્યા પછી ઉપવાસ રાખે છે. જો તમે આ કરો છો તો તમારે ફળ ન ખાવા જોઈએ. જો કોઈની તબિયત ઠીક ન હોય તો આવી સ્થિતિમાં વ્યક્તિ ફળ ખાઈ શકે છે. 
 
3. વ્રત દરમિયાન લાકડાના પાટિયા પર સૂવું જોઈએ નહીં. આ સમય દરમિયાન વધુ પડતા ગાદીવાળા ગાદલા વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. તેની સાથે આ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ સમય દરમિયાન  ક્ષમા, દયા, ઉદારતા અને ઉત્સાહ જેવી દૈવી લાગણીઓથી ભરપૂર રહો અને ક્રોધ, લોભ, આસક્તિ વગેરે જેવી વેરની ભાવનાઓને તમારા મનમાં પ્રવેશવા ન દો. 


4. જો કોઈ વ્યક્તિ  શારીરિક રીતે સ્વસ્થ ન હોય તે તેને  ઉપવાસ ન રાખવો જોઈએ. જો કોઈને કોઈ મહત્વપૂર્ણ યાત્રા પર જવાનું હોય તો આવા વ્યક્તિએ પણ ઉપવાસ ન રાખવો જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં વ્રત રાખવું થોડું મુશ્કેલ છે અને વચ્ચે વચ્ચે ઉપવાસ તોડવો જોઈએ નહીં.


5. જો તમે સપ્તમી, અષ્ટમી અથવા નવમી તિથિ પર વ્રત તોડતા હોવ તો આ દિવસે 9 અપરિણીત કન્યાઓને કરવો ભોજન. તેમત આ દિવસે માતાના નામનો હવન અને પૂજા સંપૂર્ણ વિધિ સાથે કરવી જોઈએ. 


6. નવરાત્રિના સમયમાં ઉપવાસ ખોલતા સમયે સૈૌથી પહેલા માતાના નામનો દીવો પ્રગટાવો અને તેમની આરતી કરો. તે પછી જ તમે ઉપવાસ તોડો. આ સાથે જે લોકો ફ્રુટ ડાયટ કરે છે, તેમણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભોજનમાં સામાન્ય મીઠાની જગ્યાએ રોક સોલ્ટનો ઉપયોગ કરવો જોઈએ.