Thiland Tour Pkg: દરેક ગુજરાતી થાઈલેન્ડ અને દુબઈની ટુર કરવાના સપનાં જુએ છે. ઓછા બજેટમાં આ દેશોમાં ફરવાલાયક સ્થળો સિવાય આ દેશો મૌજ મજા કરવા માટે પણ સૌથી સસ્તો વિકલ્પ હોવાથી ગુજરાતીઓ માટે સૌથી બેસ્ટ ફરવાનું સ્થળ છે. હાલમાં  IRCTCએ થાઈલેન્ડ ટુર પેકેજ લોન્ચ કર્યું છે. જાણો જે જવા માગે છે એમને કેટલી કિંમત ચૂકવવી પડશે અને બદલામાં તેમને કઈ સુવિધાઓ મળશે. કપલ્સને સસ્તામાં ટ્રીપ મળી રહી છે તેથી પત્નીઓ પણ હવે થાઈલેન્ડ જવા પતિદેવોની હારો થઈ છે. જેને કારણે હવે પતિઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ પરણેલા ભારતીયો પુરુષોમાં થાઈલેન્ડ જવાના ક્રેઝ પાછળ ચોક્કસ કારણો છે. એવું એટલા માટે કારણ કે અહીંયા એકલા ગયા બાદ તેમને ઘણું બધુ અલગ રીતે જીવવા માટે મળે છે. સાથે જ થાઈલેન્ડ ટ્રિપનો ખર્ચો પણ ઓછો આવે છે. 


ગુજરાતીઓ ફરવાના શોખીન છે. આટલું જ નહીં, બેંગકોક, થાઈલેન્ડ અને માલદીવ જેવા દેશો અહીંના લોકોના મનપસંદ અને સૌથી વધુ જોવાલાયક સ્થળોમાંથી એક છે. જો તમે પણ થાઈલેન્ડ જવા ઈચ્છતા હોવ તો આજે અમે તમને IRCTCના થાઈલેન્ડ પેકેજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને ભારતીય રેલવેની IRCTC વેબસાઈટ દ્વારા જ લોન્ચ કરવામાં આવી છે. જો તમે આ વર્ષે વિદેશ પ્રવાસ કરવા માંગો છો, તો IRCTC તમારા માટે થાઈલેન્ડ માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે.


પૂર્વ એશિયામાં થાઈલેન્ડ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે અને દર વર્ષે ભારતમાંથી હજારો લોકો થાઈલેન્ડની મુલાકાત લે છે.  ભારતીય રેલ્વેના IRCTCએ પિંક સિટી જયપુરથી થાઈલેન્ડ ટૂર માટે એક અનોખું અને સસ્તું પ્રવાસ પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજમાં 6 દિવસ અને 5 રાતનો સમાવેશ થાય છે. આ પેકેજમાં તમને પટાયા અને બેંગકોક ફરવાનો મોકો પણ મળશે. આ ઉપરાંત, મુલાકાતીઓને સફારી વર્લ્ડ, મરીન પાર્ક, ક્રૂઝ અને વિવિધ બૌદ્ધ મંદિરોની મુલાકાત લેવાની તક મળશે.


આ પેકેજમાં તમને જયપુરથી બેંગકોકની રાઉન્ડ-ટ્રીપ એરલાઇન ટિકિટ મળશે. આ પેકેજ દરમિયાન તમને ફ્રી નાસ્તો, લંચ અને ડિનર મળશે. આ સિવાય દરેક હોટલમાં રહેવાની વ્યવસ્થા, ટૂર ગાઈડ અને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ ઉપલબ્ધ હશે. આ પ્રવાસ માટે એક જ વ્યક્તિએ 61,995 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે કપલ છો તો તમારે પ્રતિ વ્યક્તિ 54,860 રૂપિયા ચૂકવવા પડશે.


થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે. કહેવાય છે કે, આ સુંદર દેશ કોઈ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો. આ દેશને લેન્ડ ઓફ સ્માઈલ એટલે કે, સ્માઈલ આપનારો દેશ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ ગુજરાતીઓમાં વેકેશનની વાત આવે છે ત્યારે હંમેશા દરેક લોકોના મોઢે થાઈલેન્ડનું નામ જ આવે છે. ત્યાંની પ્રાકૃતિક સુંદરતા, પ્રાચીન મંદિર, સ્વાદિષ્ટ ખાવાનું અને નાઈટ લાઈફ સહેલાણીઓને પોતાના તરફ ખેંચે છે. થાઈલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો. જ્યાં બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની પણ મજા ઉઠાવી શકો છો.