જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ગુજરાતમાં ટેમ્પલ ટુરિઝમ વિકસાવવામા આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓને ગુજરાતના પ્રખ્યાત મંદિરો અને દેવસ્થાનોમાં કોઈ અગવડતા ન પડે તે માટે અનેક નવી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે હવે શક્તિપીઠ પાવાગઢ પણ આધુનિક સુવિધાથી સજ્જ બની રહ્યું છે. હવે શક્તિપીઠ પાવાગઢમાં નિજ મંદિર સુધી માત્ર 40 સેકન્ડમાં પહોંચી શકાશે. નીજ મંદિર સુધી પહોંચવા લિફ્ટ બનાવવાનું આયોજન કરાયુ છે. રોપ-વેમાંથી ઉતર્યા બાદ માત્ર 40 સેકન્ડમાં મહાકાળી માતાના દર્શન થઈ શકશે. આ લિફ્ટ બનાવવા માટે હાલ ડુંગર ખોદવામા આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવાગઢના ડુંગરને ખોદી 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવામાં આવશે. લિફ્ટમાં એક સાથે 12 વ્યક્તિઓ એકસાથે જઈ શકશે. રાજ્ય સરકારની મંજૂરી બાદ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. લિફ્ટની સાથે સાથે હેલિપેડ અને વોક વે સુવિધા પણ ઉભી કરાશે. હાલ પાવગઢ ખાતે 350 પગથિયાં સુધી જ રોપ વે સુવિધા ઉપલબ્ધ છે, ત્યારબાદ ભક્તોને પગપાળા મંદિર સુધી પહોંચવું પડે છે. પાવાગઢની 130 કરોડના ખર્ચે કાયાપલટના પ્રોજેક્ટનું ફેઝ-3 નું કાર્ય હાલ ચાલી રહ્યું છે. 


આ પણ વાંચો : હાર્દિકના નવાજૂનીના એંધાણ, રાહુલ ગાંધીને કારણે થઈ ગયો કોંગ્રેસથી મોહભંગ


પાવાગઢમા માતા મહાકાળી સુધી પહોંચવુ ભારે કપરુ ચઢાણ છે. જેને કારણે અનેક ભક્તો મંદિર સુધી પહોંચતા નથી. આ કારણે સરકાર અહી પર્વત તોડીને લિફ્ટ બનાવી રહી છે. મહાકાળી મંદિર ગબ્બરને અડીને આવેલા પર્વતને ખોદીને 210 ફૂટ ઊંચી, એટલે કે 3 માળ સુધી જઈ શકે એવી લિફ્ટ બનાવવાનું કામ શરૂ કરી દેવાયુ છે. લિફ્ટ દ્વારા માત્ર 40 સેકન્ડમાં માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લિફ્ટમાં 12 લોકો ઉપર નિજ મંદિર સુધી પહોંચી શકશે. જે વૃદ્ધો અને વિકલાંગો માટે બેસ્ટ સુવિધા છે. 


આ પણ વાંચો : જતીન ચૌધરી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી બન્યો, એન્જિનિયરીંગની નોકરી છોડી ટ્રેકિંગ કર્યું


એકવાર આ લિફ્ટ બની જશે, બાદમાં યાત્રિકોને કોઈ તકલીફ નહિ પડે. કારણ કે, પાવાગઢમાં પહેલેથી જ રોપ-વેની સુવિધા છે, પરંતુ આ સુવિધા દૂધિયા તળાવ સુધી જ છે. ત્યાંથી ઉપર મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને પગછિયા ચઢવા જ પડે છે. જે લોકો પગથિયા ચઢવામાં અસક્ષમ છે, તેઓને આ લિફ્ટથી ફાયદો થશે. જોકે, મંદિર સાથે સંકળાયેલા તથા ધાર્મિક આગેવાનો નિ:શુલ્ક લિફ્ટનો ઉપયોગ કરી શકાય એવી રજૂઆત સરકાર કરવામાં આવશે. નાગરિકો માટે આ લિફ્ટની સુવિધા ચાર્જેબલ રહેશે. 


આ પણ વાંચો : 


વિકાસનુ આ તે કેવુ મોડલ? કાગળ પર કરોડો ખર્ચાયા છતા ડાંગના આદિવાસીઓ તરસ્યા છે