Gujarat Weather Forecast : ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં ભર શિયાળે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતે સૌરાષ્ટ્રને પણ ધમરોળ્યું છે. રાજકોટ અને અમરેલીના અમુક વિસ્તારોમાં તો કરા પડ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતાના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, હાલ જગતનો તાત છે ચિંતામાં છે. શિયાળાની શરૂઆતમાં જ કુદરતની કહેર અને લોકોની કઠણાઈ શરૂ થઈ છે. કેમ કે ભર શિયાળે વરસાદ શરૂ થયો છે. અમદવાદના મોટા ભાગના વિસ્તારમાં કમનસીબીનો કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ એ લોકો પર કહેર બનીને વરસ્યો છે, જેમના ઘરે પ્રસંગો લેવાયા હતા. ગુજરાતમાં અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદે 9 લોકોનો ભોગ લીધો છે, જેમાં 8 લોકોના વીજળી પડવાથી મોત થયા છે. તો સુરતના બારડોલીમાં મઢી ગામે એક ખેતરમાં વીજળી પડતા એકસાથે આઠ જેટલી મહિલાઓ દાઝી જવાનો બનાવ બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 7 લોકોના મોત 
ભરશિયાળે આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે રવિવારે કુલ 212 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ગીરસોમનાથના તાલાલા, જૂનાગઢના વંથલી અને ભરૂચના અંકલેશ્વરમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પરંતું કમોસમી વરસાદથી મોતના આંકડા પણ સામે આવ્યા છે. રાજ્યમાં આજે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસી ગયેલા ઘાતક વરસાદી 9 લોકોનાં મોત નિપજ્યા છે. તો વીજળી પડવાથી 8 લોકોના મોત નિપજ્યા છે. 


ભારતવર્ષના ઈતિહાસની પ્રથમ ઘટના : અદાણી પોર્ટ પર આવ્યું સૌથી મોટું ફર્ટિલાઈઝર જહાજ


  • બનાસકાંઠાના વાવમાં 10 વર્ષીય બાળકી પર વીજળી પડી 

  • સાબરકાંઠાના ઈડરમાં મહિલા પર વીજળી પડતાં મોત 

  • અમદાવાદના વિરમગામ અને બોટાદમાં 1-1 મોત 

  • અમરેલીમાં વીજળી પડતાં 16 વર્ષીય કિશોરનું મોત 

  • મહેસાણાના કડીમાં એક યુવક સહિત 3 પશુનાં મોત 

  • ભરૂચના હાંસોટમાં માછીમારી કરવા ગયેલા દાદી અને વીજળી પડતા મૃત્યુ

  • વીજાપુરમાં રિક્ષા પર વૃક્ષ પડતા એક વ્યક્તિનું મૃત્યુ


ખેતરમાં વીજળી પડતા 8 મહિલા દાઝી


બારડોલી તાલુકાના મઢી ગામમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ. ખેત મજુરી કરતી શ્રમિક મહિલાઓ ઉપર વીજળી પડી હતી. આઠ જેટલી મહિલાઓ ખેતરમાં મરચા તોડી રહી હતી, તે દરમિયાન ખેતરમાં વીજળી પડી હતી. વીજળી પડતા આઠ જેટલી મહિલાઓ દાઝી ગઈ હતી. આઠેય મહિલાઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. જેમાં 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ. અન્ય 4 પેકી ની 1 ની હાલત ગંભીર થતા સુરત સિવિલ ખાતે ખસેડાઈ છે.


ખેડામાં પશુઓ પર વીજળી ત્રાટકી
ખેડાના કઠલાલમાં વીજળી પડતાં 10 પશુઓના મોત નિપજ્યા છે. ઘોઘાવાવ ગમામાં વીજળી પડવાથી 10 બકરીઓના મોત થયા. સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મોસમી માવઠામાં વીજળી પડતા બકરીઓના મોત થયા. સરકારી અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પણ પંચનામુ કરી પશુઓના પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.


કમોસમી વરસાદે દીકરીના લગ્નનો પ્રંસગ બગાડ્યો : રાસ ગરબા પહેલા મંડપ ઉડ્યો


રાજ્યમાં આજે ઠંડીના ચમકારા વચ્ચે મેઘરાજા મનમુકીને વરસ્યા છે. કમોસમી માવઠાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારથી જ વાતાવરણમાં વિઝિબ્લિટી ઘટી ગઈ છે જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો સમગ્ર રાજ્યમાંથી જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને નવસારીમાં વરસાદ વરસ્યો હતો...તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને ખેડામાં માવઠું થયું હતું. સૌરાષ્ટ્રમાં તો લગભગ તમામ જિલ્લામાં મેઘરાજા વરસ્યા છે...જેમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. 


હવામાન વિભાગનું મોટું એલર્ટ : રાજકોટમાં સિમલા જેવો બરફ પડ્યો, વીજળી પડતા બેનાં મોત


વરસાદને કારણે અલ્પેશ ઠાકોર ન આવ્યા 
વાવના બિયોક ગામમા રાખેલ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં કમોસમી વરસાદ વિલન બન્યો હતો. અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં રાખેલ સ્નેહમિલનમાં અલ્પેશ ઠાકોર ન આવ્યા, પણ કમોસમી વરસાદ આવતા કાર્યકર્તાઓની મુસીબત વધી હતી. સ્નેહ મિલન કાર્યક્રમનો મંડપ કમોસમી વરસાદમાં ભીંજાયો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમા આવેલા લોકો વરસાદથી બચવા છત્રીની જગ્યાએ ખુરશીઓ માથે ઓઢવા મજબૂર બન્યા હતા. વિધાનસભાની બેઠક પર ભાજપ તરફથી ગત વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા રવરૂપજી ઠાકોરના ગામમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 


હવામાન વિભાગનું મોટું એલર્ટ : રાજકોટમાં સિમલા જેવો બરફ પડ્યો, વીજળી પડતા બેનાં મોત